'તારે ધંધો કરવો હોય તો એ.એમ.સી.ના હપ્તા પેટે રૂપિયા 5 હજાર આપવા પડશે.'ની ધમકી મળી
ખંડણીખોરે આજે તો તારી ખબર લવ તેમ કહી વેપારીને જબરદસ્તી એક્ટીવા પર બેસાડી નજીકમાં કેનાલ પાસે લઇ ગયો
WatchGujarat શહેરમાં શાકભાજીના વેપારીએ અન્ય છૂટક શાકભાજીના વેપાર પાસે એએમસીના અધિકારોઓને આપવાના હપ્તા પેટે રૂપિયાની ઉઘરાણી કરી હતી. છૂટક શાકભાજીના વેપારીએ રુપિયા ન આપ્યા તો અપહરણ કરીને માર મારવાની ધમકી આપી હતી. છૂટક શાકભાજીના વેપારીએ રૂપિયા ના આપતા વેપારીએ તેનું અપહરણ કરી કેનાલ પાસે લઈ ગયો અને માર માવાની ધમક આપી. સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ રાજસ્થાનના ઝાલોરના અને વટવામાં રહેતા ભકારામ ભુબાજી પ્રજાપતિ મહિન્દ્રા પીકઅપ ગાડી ચલાવે છે.તેમના મોટાભાઈ મુલારામ ભુબાજી પ્રજાપતિની સી.ટી.એમ એક્સપ્રેસ હાઇવે સામે આવેલ ગ્રીન માર્કેટમાં મહાદેવ વેજિટેબની શાકભાજીની દુકાન છે. જેથી તેઓ ભાઇ મુલારામના દુકાનની શાકભાજી જમાલપુર માર્કેટથી ભરી તેમની દુકાને પહોંચાડતા હોય છે. અગાઉ શાકભાજીનો ધંધો કરતો મહેશ જોષી તેમની પાસે છેલ્લા સાતેક દિવસથી આવતો હતો અને તારે ધંધો કરવો હોય તો એ.એમ.સી.ના હપ્તા પેટે રૂપિયા 5 હજાર આપવા પડશે તેમ જણાવ્યું હતું. જેથી તેઓ હાલમાં પૈસા નથી તેમ જણાવ્યું હતું.
દરમિયાન છેલ્લા બે-ત્રણ દિવસથી મહેશ પૈસા માટે ભકારામને ધમકી આપતો હતો. પરંતુ તેમની પાસે સગવડ ના હોવાથી તેણે પૈસા આપ્યા ન હતા. ત્યારે તેઓને જાણવા મળ્યું હતું કે, મહેશ માર્કેટના અન્ય શાકભાજીના વેપારીઓ પાસેથી એએમસીના અધિકારીઓને પૈસા આપવાના બહાને આ રીતે પૈસાની માંગણી કરતો હતો. ગઈકાલે સવારે ગ્રીન માર્કેટની બહાર મહેશે ભકારામ પાસે રૂપિયાની માંગણી કરતા તેઓએ રૂપિયા આપવાની ના પાડી હતી. જેથી મહેશ ઉશ્કેરાઈ ગયો હતો અને ગંદી ગાળો બોલી. જબરદસ્તી આજે તો તારી ખબર લવ તેમ કહીને એક્ટીવા પર બેસાડી દીધો હતો અને નજીકમાં કેનાલ પર લઇ ગયો હતો.
કેનાલ પર ઍક્ટિવા પાર્ક કરી મહેશે ભકારામને જણાવ્યું હતું કે, આજે તો તારી ખબર લઇ લઉં. તને મારવાનો છું. તું કેવો પૈસા આપતો નથી. જેથી ગભરાયેલા ભકારામએ માર્કેટ પર લઇ જઇ ભય પાસેથી રૂપિયા લઇ આપવાની ખાત્રી આપતા મહેશ તેને લઈ ગ્રીન માર્કેટ પહોંચ્યો હતો. પરંતુ આગાઉથી ભકારામના ભાઈએ પોલીસને જાણ કરતા પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. સમગ્ર મામલે ખોખરા પોલીસે મહેશ રસિકલાલ જોષીની અટકાયત કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.