• યુવક યુવતીને વોટ્સએપ પર મેસેજો કરી હેરાન કરતો અને મરી જવા કહેતો હતો
  • પોલીસે મોબાઇલ અને વોટ્સએપ ચેટની તપાસ કરતા ઘટસ્ફોટ થયો
  • પોલીસે યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

WatchGujarat નરોડામાં રહેતી 17 વર્ષીય સગીરાએ ડિસેમ્બર મહિનામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સગીરાના આત્મહત્યા મામલે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, તેની સાથે જ અગાઉ સ્કૂલમાં અભ્યાસ કરતા યુવકે તેને મરી જવા માટે કહ્યું હતું “જો તે આજે મરી નહિ જાય તો ઘરે આવી હેરાન કરવાની” વોટ્સએપ પર આવી ધમકીઓ આપતા છેવટે સગીરાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. નરોડા પોલીસે યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરોડા-દહેગામ રોડ પરની રેસિડેન્સીમાં રહેતા અને જ્વેલર્સની દુકાન ધરાવતા વેપારીની મોટી સંતાનમાં બે પુત્રી છે. સૌથી મોટી પુત્રી તારા(નામ બદલ્યું છે)એ ગત 8 ડિસેમ્બરના રોજ રાતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેથી ઘટના સથળે દોડી આવેલી નરોડા પોલીસે અકસ્માતમાં મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

દરમિયાન તારાના મોબાઈલની અને વોટ્સએપ ચેટના આધારે તપાસ કરતા ધર્મના ભાઈને બોલાવી પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે, તારાની સાથે 8મીએ બપોરે વાત થઇ હતી. ત્યારે તારા કહેતી હતી કે “મિહિર બહુ હેરાન કરે છે, મરી જવાનું કહે છે, હું મરી જાઉં છું ગાળો બોલે છે અને હું નહિ મરું તો એ મારશે એવું કહે છે. શું કરું યાર ?”

મિહિરે એને એટલે સુધી ટોર્ચર કર્યું હતું કે, તું આજે જ મરી જા અને તારાએ કહ્યું કે હું કોના માટે મરું તો તેણે ખરાબ શબ્દો વાપર્યા હતા. જો હું આજે નહિ મરું તો મારા ઘરે આવી મમ્મી પપ્પાને કહી દેશે આવી ધમકીઓ આપી છે. જો હું નહિ મરું તો જુદા જુદા નંબરો પરથી હેરાન પરેશાન કરશે. મારા ઘરેથી કહે તો કહેજે મિહિરે કીધું મરીજા. આ તમામ બાબતો ધ્યાને આવતાં સગીર યુવતીના પિતાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ધમકી આપનાર યુવક મિહિર રાઠોડ (રહે. તક્ષશિલા રેસિડેન્સી, નરોડા) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud