• ઘટનાને પગલે ચાંગોદર પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો
  • કંપનીના સિક્યુરિટી ગાર્ડે ટીપ આપી પોતાના સગા ભાઈ સાથે લૂંટ કરાવ્યાનો ઘટસ્ફોટ
  • સિક્યુરિટી ગાર્ડે 7 તારીખે પગાર માટે રૂપિયા લઈને કંપનીમાંથી એક માણસ બહાર જતો હોવાની માહિતી આપી હતી

WatchGujarat ચાંગોદર રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલા પાન મસાલાની ફેકટરીના કર્મચારી પર હુમલો કરી લૂંટારુઓ 44 લાખ 50 હજારની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતો અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે 4 ટીમો બનાવી 5 કલાકના ટૂંકા ગાળામાં જ 6 આરોપીને દબોચી લીધા છે. પોલીસે કંપનીના સિક્યુરિટી ગાર્ડ સહિત છ આરોપીઓને ઝડપી ધાડમાં ગયેલ તમામ રોકડ કબ્જે કરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ચાંગોદરમાં આવેલી એક પાન મસાલાની ફેકટરીમાં કામ કરતા સંદીપ બલીરામ યાદવ રાત્રે આઠ વાગે બાઈક લઈને નિકળ્યો હતો. સંદિપ બાઈક પર બેસી ચાંગોદર રેલવે ફાટક પાસેથી પસાર થતો હતો. તે સમયે છ જેટલા અજાણ્યા શખ્સોએ તેના બાઈકને રોકી હુમલો કર્યો હતો. હુમલો કર્યાબાદ લૂંટારુઓ સંદિપ પાસેના થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. થેલામાં 44 લાખ 50 હજારની રોકડ રકમ ભરેલી હતી. આ ઘટના અંગે સંદિપે ચાંગોદર પોલીસને જાણ કરતાં પોલીસે તુરત જ કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ ગ્રામ્ય પોલીસે 4 ટીમો બનાવી ચારેય બાજુ નાકાબંધી ગોઠવી દીધી હતી અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા આરોપીઓ જીલ્લો છોડી ભાગે તે પહેલા જ 5 કલાકના ટૂંકા ગાળામાં જ 6 આરોપીને દબોચી લીધા હતા. અને પુછપરછનો દોર શરૂ કરતા ચોંકવાનરી વિગતો સામે આવી હતી. પુછપરછ દરમિયાન આ ધાડનું ષડ્યંત્ર રચનાર બીજું કોઈ નહીં પણ તે કંપનીમાં કામ કરતો સિક્યુરિટી ગાર્ડ હતો. સિક્યુરિટી ગાર્ડે 7 તારીખે પગાર માટે રૂપિયા લઈને કંપનીમાંથી એક માણસ બહાર જતો હોવાની માહિતી આપી હતી. આ માહિતીના આધારે પાન મસાલાની ફેકટરીમાં કામ કરતો સંદીપ બલીરામ યાદવ રાત્રે આઠ વાગે મજૂરોને ચૂકવવાના પૈસા લઈને સનોજ કુમાર નામના કર્મચારી સાથે નિકળ્યો હતો.

બંન્ને બાઈક પર બેસી ચાંગોદર રેલવે ફાટક પાસેથી પસાર થતા હતા. તે સમયે તેની જ કંપનીમાં સિક્યુરિટીમાં કામ કરતા બાબુભાઈએ તેના ભાઈ હરદેવને જાણ કરી હતી. જેથી હરદેવ તેના સાથે અન્ય ચાર લૂંટારુઓ લઈને સનોજના માથાના ભાગે છરી મારીને સંદીપ પાસેના થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસે સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્ર, તેના ભાઈ હરદેવ પરમાર, નરેન્દ્ર વાણિયા, ભાવેશ ભરવાડ, રાકેશ મેર અને સુરેશ રાઠોડની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud