• 1500 કરોડના પ્રોજેક્ટમાં 74 હજાર વારમાં બનાવાશે સંકુલ
  • ધાર્મિક સંસ્થા આરોગ્ય લક્ષી અને કેળવણી લક્ષી કામો કરશે
  • આગામી 13 ડિસેમ્બરના રોજ પ્રોજેક્ટ માટે ભૂમિપૂજન કરવામાં આવશે

WatchGujarat. વિધાનસભાની ચૂંટણી પહેલા ઉમિયાધામના પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર અમદાવાદમાં ઉમિયાધામના પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેઓ દ્વારા ઉમિયાધામમાં વિકાસ પ્રોજેક્ટને લઈને જાહેરાત કરવામાં આવી છે. આગામી 13 ડિસેમ્બરના રોજ વિવિધ પ્રોજેક્ટ માટે ભૂમિપૂજન કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે કડવા પાટીદારોનું નેતૃત્વ કરતી ઉમિયા માતાજીની સંસ્થા દ્વારા અમદાવાદમાં આવેલ ઉમિયા કેમ્પસમાં ઉત્કર્ષ, ધાર્મિક સામાજિક અને આરોગ્ય વિષયોને ધ્યાનમાં રાખીને એક વિશાળ સંકુલ બનાવવા તૈયારી થઈ રહી છે. જેમાં શહેરમાં એસ.જી.હાઇવે ખાતે 74 હજાર ચોરસ વારમાં આવેલ ઉમિયા કેમ્પસમાં આ પ્રોજેક્ટનું કામ હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ થકી ઉમિયા કેમ્પસમાં ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ, આરોગ્ય સંકુલ,પાર્ટી પ્લોટ, બેન્ક વેટ, ભોજનાલય, વિશ્રાંતગૃહ જેવા જુદા જુદા વિભાગોનું નિર્માણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ સમગ્ર પ્રોજેક્ટ 1500 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે આજે બેઠક યોજાવવાની છે.

નોંધનીય છે કે ઊંઝા બાદ અમદાવાદમાં પ્રથમ વાર ઉમિયા માતાનો સૌથી મોટો ધાર્મિક ઉત્સવ બનવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટમાં નિચે મુજબના કામો હાથ ધરવામાં આવશે.

કેવી સુવિધાઓ તૈયાર કરાશે

1200 થી વધુ વિદ્યાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલ

13 માળનું બિલ્ડિંગ જેમાં 400થી વધારે રૂમની સુવિધા સાથેની હોસ્ટેલ

52 હજાર સ્ક્વેર ફૂટની જગ્યામાં અત્યાધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ

મેડિકલ સેન્ટર પણ ઉભુ કરવામાં આવશે.

રાજકરણ અને 2022ની ચુંટણી અંગે પાટીદાર સમાજના મત અંગે અમે આવનાર સમયમાં સોલીડ જવાબ આપીશું – સી. કે. પટેલ

આ અંગે વાત કરતાં સમાજના અગ્રણી સી.કે.પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ઉમિયા ધામની ધાર્મિક સંસ્થા ધર્મની સાથે સાથે આરોગ્ય લક્ષી અને કેળવણી લક્ષી કામો કરશે. જેમાં 1500 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધરાશે. આ સાથે તેમને રાજકારણ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, રાજકીય વિષય અંગે અમે પાડવા માંગતા નથી. રાજકરણ અને 2022ની ચુંટણી અંગે પાટીદાર સમાજના મત અંગે અમે આવનાર સમયમાં સોલીડ જવાબ આપીશું. આજે રાજકરણની મીટીંગ નથી. અમે વિકાસના પ્રોજેક્ટ માટે ભેગા થયા છીએ. જેમાં વિશ્વ ઉમિયા ધામમાં સૌથી મોટું મંદિર બનાવવામાં આવશે જ્યારે આ પ્રોજેક્ટ પણ માતાજીના અને સમાજ માટે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud