• જૂનાગઢના રહેવાસી જેનાબના જડબામાં એક ગાંઠ મળી આવી હતી. આ એક દુર્લભ પ્રકારની ગાંઠ છે
  • 4 વર્ષની કેન્સરગ્રસ્ત બાળકીનું જડબું પગના હાડકામાંથી બનાવીને GCRI ના તબીબોએ સફળતાપૂર્વક તેની પ્લાસ્ટીક સર્જરી કરી
  • દેશ અને દુનિયામાં દુર્લભ ગણવામાં આવતા કેન્સરથી પીડિત 4 વર્ષની બાળકીના જડબા પર ડૉકટરોએ સફળતાપૂર્વક પ્લાસ્ટિક સર્જરી કરી

WatchGujarat. ગુજરાતની કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીસીઆરઆઈ) ના તબીબોએ ફરી એકવાર તેમની કાર્યક્ષમતાનો પરિચય દર્શાવ્યો છે. 4 વર્ષથી કેન્સરથી પીડિત બાળકીના જડબાને માઇક્રોવેસ્ક્યુલર સર્જરી દ્વારા પુન:સ્થાપિત કરવામાં આવ્યા છે. જીસીઆરઆઈના ડોકટરોના જણાવ્યા મુજબ દેશમાં આ પહેલો કેસ છે.

દેશ અને દુનિયામાં દુર્લભ ગણવામાં આવતા કેન્સરથી પીડિત 4 વર્ષની બાળકીના જડબા પર ડૉકટરોએ સફળતાપૂર્વક પ્લાસ્ટિક સર્જરી કરી છે. જૂનાગઢના રહેવાસી જેનાબના જડબામાં એક ગાંઠ મળી આવી હતી. આ એક દુર્લભ પ્રકારની ગાંઠ છે. 4 વર્ષની બાળકીમાં પણ આ પહેલો કેસ હતો. જે દેશ અને વિશ્વમાં દુર્લભ ગણી શકાય તેવી 4 વર્ષની કેન્સરગ્રસ્ત બાળકીનું જડબું પગના હાડકામાંથી બનાવીને GCRI ના તબીબોએ સફળતાપૂર્વક તેની પ્લાસ્ટીક સર્જરી કરી છે.

નાની ઉંમરે આટલી ગંભીર ગાંઠની જાણ થતા પરિવારના લોકો ચિંતિત થઇ ગયા હતા. તેમને સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં લઈ જતા ડોકટરો પણ આવી ગાંઠ જોઇને હેરાન થઈ ગયા હતા. ડૉકટરોએ જેનાબના પરિવારના સભ્યોને આ રીતની ગંભીર સર્જરીની સલાહ ફક્ત અમદાવાદના સિવિલ મેડિસિટી ની જીસીઆરઆઈ માં આપી હતી. જીસીઆરઆઈએ કહ્યું હતું કે આ સંસ્થામાં શક્ય છે.

બાળકીનું જડબું બનાવવામાં પણ ઘણી મુશકેલીઓ સામે હતી. કારણ કે બાળકના પગનું હાડકુ ઘણું નાનું અને પાતળું હોય છે. જેથી તેને આરી થી કાપીને જડબાના સ્વરૂપમાં રૂપાતંરિત કરવું પડે છે. આ દરમિયાન 1 મી.મી. જેટલી પણ ખામી સર્જાય તો બાળકીના બંને જડબા બરાબર બેસી શકે નહીં. વળી આરીથી હાડકુ કાપતી વખતે જડબાની નીચેના ભાગમાં રહેલી લોહીની નળી ભૂલથી કપાઇ જાય તો આખું હાડકુ નકામું બની શકે. જેથી નવો આકાર લઇ રહેલા હાડકામાં અતિમોંધી ટાઇટેનીયમની ત્રણ-ચાર પ્લેટો અને 12 થી 16 જેટલા સ્ક્રુ નાંખી તેને જોડવાની જરૂરિયાત ઉભી થઇ. આ તમામ પરિસ્થિતિ સાથે GCIR ના પ્લાસ્ટીક સર્જન ડૉ. હેમંત સરૈયા,ડૉ.પ્રીતમ અને કેન્સર સર્જન ડૉ.ઉમાંક ત્રિપાઠી અને ટીમે આ પડકારજનક ઓપરેશનને સળતાપૂર્વક પાર પાડ્યું.

9 કલાકની અતિજટીલ સર્જરીના અંતે ઝેનાબની પીડાનો સુખદ અંત આવ્યો. હવે તે પીડામૂક્ત થઇ નીરાંતની નીંદર લઇ રહી છે. આગામી સમયમાં ઝેનાબની ફીઝીયોથેરાપી કસરતની શરૂઆત કરવામાં આવશે અને થોડા સમયબાદ નવા દાંત પણ નાંખવામા આવશે. આ સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પાર પડ્યા બાદ અને પોતાના દીકરીને પીડામૂક્ત જોઇ પરિવારજનો ભાવવિભોર થયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud