• લુઇસ કહાનનાં સંતાનો બાદ પૂર્વ વિદ્યાર્થીઓએ પણ પત્ર લખી વિરોધ નોંધાવ્યો
  • IIM-A હેરિટેજ બિલ્ડિંગો તોડવાનો નિર્ણય અમારા માટે આઘાતજનક અને દુઃખદાયક છે : એલ્યુમની

 

WatchGujarat ગુજરાતની IIM-A અમદાવાદમાં ડોર્મેટરી બિલ્ડિંગ્સ તોડી નવું બાંધકામ કરવા કરાયેલા પ્લાનિંગ સામે હવે પૂર્વ વિદ્યાર્થીઓ સહિત વિશ્વિક સ્તરે રોષ ફેલાયો છે. બિલ્ડિંગની ડિઝાઈન તૈયાર કરનારા વર્લ્ડ ફેમસ અમેરિકન આર્કિટેક્ટ લુઇસ કહાનનાં સંતાનોએ પત્ર લખી વિરોધ નોંધાવ્યા બાદ IIM-A અમદાવાદની વિવિધ બેંચના પૂર્વ વિદ્યાર્થીઓએ પણ ડિરેકટર અને ગવર્નિંગ કાઉન્સિલ ચેરમેનને પત્ર લખી વિરોધ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડીને પણ પત્ર લખી બિલ્ડિંગ તોડવાના નિર્ણય સામે આકરી ટીકા કરી છે.

IIM-A અમદાવાદ વિશ્વની ટોપ મેનેજમેન્ટ સંસ્થામાંની એક સંસ્થા ગણવામાં આવે છે. ત્યારે ટોપ બિઝનેસ મેનેજમેન્ટ સ્કૂલ દ્વારા જ પ્લાનિંગમાં મોટું મિસ મેનેજમેન્ટ થયું હોય તેવી ચર્ચાઓ સામે આવી છે. ત્યારે હવે પૂર્વ વિદ્યાર્થીઓએ પણ સંસ્થાના નિર્ણય સામે વિરોધ વ્યક્ત કર્યો છે. વિવિધ બેચના પૂર્વ વિદ્યાર્થીઓએ ડિરેકટર સહિત ઈન્સ્ટિટયૂટના ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન કુમારમંગલમ બિરલાને પત્ર લખી ફરિયાદ કરી છે કે, એલ્યુમની એ ઈન્સ્ટિટયૂટના મેઈન સ્ટેક હોલ્ડર છે અને વૈશ્વિક સ્તરે ઈન્સ્ટિટયૂટને પ્રમોટ કરવામાં એલ્યુમનીનો મહત્વનો ફાળો છે. છતાં એલ્યુમની સાથે ચર્ચા કર્યા પહેલાં જ કેમ બિલ્ડિંગો તોડવાનો નિર્ણય લેવાયો?. ત્યારે હેરિટેજ બિલ્ડિંગો તોડવાનો નિર્ણય અમારા માટે આઘાતજનક અને દુઃખદાયક છે. એલ્યુમની સાથે આ મુદ્દે અર્થપૂર્ણ ચર્ચા કરવી જોઈએ. માત્ર એલ્યુમની જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે નવા બાંધકામના નિર્ણયનો વિરોધ શરૂ થયો છે.

બીજી તરફ કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડીને ડિરેકટરને પત્ર લખી ફરિયાદ કરી છે કે, વિશ્વના ખ્યાતનામ આર્કિટેકચર પ્રોગ્રામના ડીન, શિક્ષણવિદ તથા એક આર્કિટેકટ તરીકે હું માનું છું કે, ઈન્સ્ટિટયૂટે પરિવર્તન કરવું પડે છે અને આગળ વધવું પડે છે, પરંતુ આ રસ્તો નથી. IIM- A અમદાવાદમાં બનેલાં લુઈસ કહાન ડોર્મેટરી બિલ્ડિંગ્સ એ ઈન્સ્ટિટયૂટને હિસ્ટોરિક કેમ્પસ હોવાનું બિરુદ આપે છે. ત્યારે આ બિલ્ડિંગ્સ તોડવાનો નિર્ણય યોગ્ય નથી. કેલિફોર્નિયા યુનિ.ના આર્કિટેકચરના ડીને ડિરેક્ટરને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે તમારાં બિલ્ડિંગ્સ તોડવાના પ્લાનને લઈને હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર ચર્ચા ઊઠી છે. એડવાન્સ્ડ નેશનની કોઈ સંસ્થા દ્વારા આ રીતે એકતરફી નિર્ણય ન લેવો જોઈએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud