અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં લઈને તંત્ર દ્વાર કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોમાં વધારો કર્યો છે
કોરોનાની સારવાર કરતી એક ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાતા દર્દીઓને હાલાકીનો સામનો કર્યાનો વિડીયો વાયરલ
WatchGujarat. કોરોના સંક્રમણના બીજા તબક્કામાં સામાન્ય નાગરીકોની હાલત વધુને વધુ કફોડી બની રહી છે. ત્યારે રાજ્યની રૂપાણી સરકાર દ્વારા પરિસ્થિતિ કાબૂમાં હોવાનાં દાવા કરવામાં આવી રહ્યાં છે. જોકે, સરકારના દાવા પોકળ હોવાનો વધુ એક પુરાવો હાલ સોશિયલ મિડીયામાં વાઈરલ થયો છે. વેક્સિન - રેમડિસીવર વગેરેની અછતની માફક હવે હોસ્પિટલોમાં ઓક્સિજનનાં જથ્થાની અછત સર્જાઈ રહી હોવાનો સ્વિકાર ખાનગી હોસ્પિટલની મહિલા તબીબે કર્યો છે. મહિલા તબીબે વાઈરલ થયેલાં વિડીયોમાં સરકાર પાસે આજીજી કરીને ઓક્સિજનની અછત દૂર કરવા વિનવણી કરી છે. એકંદરે, કોરોનાને કારણે લોકો નહીં મરે, પરંતુતંત્રની નિષ્કાળજી અને સરકારના પોકળ દાવાઓ પ્રજાજનોના જીવ લેશે એમ જણાઈ રહ્યું છે.
અમદાવાદમાં કોરોના વાયરસનાં કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં લગભગ બધા બેડ ભરાવા લાગ્યા છે. અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં લઈને તંત્ર દ્વાર કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોમાં વધારો કર્યો છે અને સરકારી હોસ્પિટલમાં પણ બેડની સંખ્યામાં વધારો કર્યો છે.અમદાવાદની કોરોનાની સારવાર કરતી એક ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેવો એક વીડિયો વાયરલ થયો છે.
https://youtu.be/bMio_GjgJQI
અમદાવાદમાં આવેલી શિફા મલ્ટી સ્પેસિયાલીટી હોસ્પિટલમાં હાલ ૨૮ કોરોના દર્દી દાખલ છે જેમાં ૨૨ દર્દી સિરિયસ હાલતમાં છે. વાયરલ વીડિયોમાં ડૉ. હિરલ ગોસાઈ જણાવે છે કે, અત્યારે દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટી રહ્યું છે પણ ઓક્સિજનની અછતના કારણે અમે કંઈ કરી શકતા નથી. અત્યારે હોસ્પિટલના ડોકટરો અને સંચાલકો બધા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં લાગ્યા છે. વીડિયો અહીં અહેવાલના અંતમાં દર્શાવ્યો છે. જેમાં ડોક્ટરની લાચારી તેમની વાતોમાં સમજી શકાય છે. સમજી શકાય છે કે તેમના સાથે રહેલા દર્દીઓ કેટલી તકલીફમાં છે.
ઓક્સિજન વગર દર્દીનો જીવ પણ જોખમમાં મુકાઇ શકે તેવી પરિસ્થિતિ છે. આવી પરિસ્થતિમાં કોઈ અન્ય માર્ગ ન મળતાં હોસ્પિટલના ડોકટર એ આવો વિડિયો બનાવીને વાયરલ કર્યો છે અને સરકારને વિનંતી કરી છે કે શહેરની કરોનાની સારવાર કરતી દરેક હોસ્પિટલમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે.
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં લઈને તંત્ર દ્વાર કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોમાં વધારો કર્યો છે
WatchGujarat.કોરોના સંક્રમણના બીજા તબક્કામાં સામાન્ય નાગરીકોની હાલત વધુને વધુ કફોડી બની રહી છે. ત્યારે રાજ્યની રૂપાણી સરકાર દ્વારા પરિસ્થિતિ કાબૂમાં હોવાનાં દાવા કરવામાં આવી રહ્યાં છે. જોકે, સરકારના દાવા પોકળ હોવાનો વધુ એક પુરાવો હાલ સોશિયલ મિડીયામાં વાઈરલ થયો છે. વેક્સિન - રેમડિસીવર વગેરેની અછતની માફક હવે હોસ્પિટલોમાં ઓક્સિજનનાં જથ્થાની અછત સર્જાઈ રહી હોવાનો સ્વિકાર ખાનગી હોસ્પિટલની મહિલા તબીબે કર્યો છે. મહિલા તબીબે વાઈરલ થયેલાં વિડીયોમાં સરકાર પાસે આજીજી કરીને ઓક્સિજનની અછત દૂર કરવા વિનવણી કરી છે. એકંદરે, કોરોનાને કારણે લોકો નહીં મરે, પરંતુતંત્રની નિષ્કાળજી અને સરકારના પોકળ દાવાઓ પ્રજાજનોના જીવ લેશે એમ જણાઈ રહ્યું છે.