• ભૂકંપ અને ત્યારબાદની પરિસ્થિતિના કારણે આ ડોમ જર્જરિત બનતા અંદરની બાજુના 14 ડોમને જમીનદોસ્ત કરી નવેસરથી બાંધકામ કરાશે
  • લુઈસ કહાનના ત્રણેય સંતાનોએ ડિરેકટરને પત્ર લખી કહ્યુઃ ડિમોશલીશનથી મોડર્ન આર્કિટેકચરનો વારસો ખતમ થઈ જશે

#Ahmedabad વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ લુઈસ કહાનના સંતાનોએ IIMAના 18 ડોમ તોડીને નવું બાંધકામ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો

WatchGujarat ગુજરાતની IIMA અમદાવાદ અભ્યાસની સાથે પોતાના આર્કિટેકચર વર્કના કારણે પણ વધુ પ્રખ્યાત છે. વિશ્વવિખ્યાત અમેરિકન આર્કિટેક્ટ લુઇસ કહાને ડિઝાઇન કરેલા IIMA અમદાવાદના 18 ડોમ સંસ્થાની ઓળખ સાથે જોડાયેલા છે. જો કે ભૂકંપ અને ત્યારબાદની પરિસ્થિતિના કારણે આ ડોમ જર્જરિત બનતા અંદરની બાજુના 14 ડોમને જમીનદોસ્ત કરી તેના સ્થાને નવેસરથી બાંધકામ કરવામાં આવનાર છે. ત્યારે સુવિખ્યાત આર્કિટેક લુઈસ કહાન દ્વારા ડિઝાઈન કરાયેલા બ્રિક વર્ક બિલ્ડીંગ્સને તોડી નવુ બાંધકામ કરવા મુદ્દે લુઈસ કહાનના પરિવારે વિરોધ નોંધાવ્યો છે.

આર્કિટેક્ટ લુઈસ કહાનના ત્રણેય સંતાનોએ IIMA અમદાવાદના ડિરેકટરને પત્ર લખીને જણાવ્યું છે કે, અમારા પિતા દ્વારા તૈયાર થયેલ આર્કિટેકચર વર્ક એ ઈન્ડિયન મોડર્ન આર્કિટેકચરનો વારસો છે અને જે ડિમોલિશન કરવામાં આવે તો મોડર્ન આર્કિટેકચરનો વારસો ખતમ થઈ જશે. જેથી તમામ ડોર્મેટરી બિલ્ડીંગ્સને તોડી તેની જગ્યાએ નવા ડોમ તૈયાર કરવાનું પ્લાનિંગ ન કરવામા આવે અને હાલ આ મુદ્દે ફેરવિચારણા કરવામા આવે. આ ઉપરાંત IIMA અમદાવાદની બોર્ડ મીટિંગ સમક્ષ અમને પણ બોલવાની તક આપવામા આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

IIMA અમદાવાદના જુના કેમ્પસમાં નવા બાંધકામને લઈને હાલ વિવાદ ઉભો થયો છે.આર્કિટેકટ લુઈસ કહાનના ત્રણેય સંતાનોએ જ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. તેઓએ ડિરેકટરને પત્ર લખીને જણાવ્યું છે કે અગાઉ તમારા દ્વારા જ અમને ખાત્રી આપવામા આવી હતી કે, તમામ 18 ડોર્મેટરી બિલ્ડીંગ એ અમારા પિતાના આર્કિટેક્ચરલ વર્કના માસ્ટર પીસ સમાન છે અને તે વિશ્વમાં જાણીતા છે.પરંતુ આ 18 ડોમને તોડી પાડી તેના સ્થાને નવા બિલ્ડીંગ બનાવવાનો નિર્ણય લેવાયો છે તે નુકશાનકર્તા છે. IIMA અલ્યુમની, બિઝનેસ લીડર્સ અને ઈન્ડસ્ટ્રીમાં આ બાબતે ઘેરા પ્રત્યાઘાતો પડશે અને ચોમેર વિરોધ ઉભો થશે તથા આ ડિમોલિશનથી IIMA અમદાવાદ માટે મોટી સમસ્યા ઉભી થશે.

More #Ahmedabad #world #renowned #architect #louis kahn #sons #oppose #IIMA #decision #to demolish #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud