• રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે વિશ્વના સૌથી મોટા “મોટેરા” ક્રિક્રેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન
  • રાષ્ટ્રપતિ કોવિંદે સ્ટેડિયમના અનાવરણની તકતી પરથી પડદો ઉઠાવ્યો ત્યારે સ્ટેડિયમના નામે સહુને સરપ્રાઈઝ કર્યા
  • જુદા જુદા રાજ્યમાંથી ક્રિકેટના ફેન્સ મેચ જોવા પોતા દેશી પહેરવેશ સાથે આવી સ્ટેડિયમ પહોંચ્યા
  • ક્રિક્રેટ પ્રેમીઓએ સ્ટેડિયમ બહાર નારા લગાવી ઉત્સાહ દર્શાવ્યો

WatchGujarat વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા અમદાવાદના મોટેરા ખાતે નવા જ બનેલા ક્રિકેટ સ્ટેડીયમનું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઉદધાટન ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું છે. જો કે, રાષ્ટ્રપતિ કોવિંદે સ્ટેડિયમના અનાવરણની તકતી પરથી પડદો ઉઠાવ્યો ત્યારે સ્ટેડિયમના નામે સહુને સરપ્રાઈઝ કરી દીધા હતા. અત્યારસુધી મોટેરા સ્ટેડિયમ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમના નામે ઓળખાતું હતું. પરંતુ હવે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનતાની સાથે જ ગુજરાત ક્રિકેટ એસોસિયેશને તેનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દીધું છે. મોટેરામાં આકાર પામેલા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમમાં આજથી ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ યોજવા જઇ રહી છે.

કોરોના વૈશ્વિક મહામારી બાદ રાજ્યમાં પહેલી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ યોજવા જય રહી છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ બંનેની ઉપસ્થિતિ હોવાથી મોટેરા સ્ટેડિયમ ખાતે અને શહેર ભરમાં પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્ચો છે. પેટ્રોલિગ અને બંદોબસના ભાગરૂપે સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે. જેનાથી વિસ્તારના નાગરીકોને મોટી હાલાંકીનો સામનો કરવો પડ્યો છે. અહીંથી નોકરી ધંધે જતા લોકો રસ્તામાં જ અટવાઈ ગયાં છે. પોલીસ અધિકારી એ જણાવ્યું કે અમે અહીંયા માત્ર ફરજ નિભાવી એ છીએ અમને ઉપર થી સૂચના મળતી હોય છે. બીજી તરફ સ્ટેડિયમની બહાર દર્શકોએ હોબાળો કર્યો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ આજે અમદાવાદના મોટેરામાં આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભવ્ય જલસા ઉદ્ધઘાટનના આ ક્રાર્યક્રમને જ સ્ટેડિયમનો ઉદ્ઘાટન કાર્યક્રમ માનવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ કોવિંદે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમના અનાવરણની તકતી પરથી પડદો ઉઠાવ્યો ત્યારે સ્ટેડિયમના નામે સહુને સરપ્રાઈઝ કરી દીધા હતા. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ કરણ કરી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોટેરા સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બની ગયું છે. મેલબર્નની બેઠક-ક્ષમતા 92 હજાર છે અને મોટેરાએ 40 હજારના માર્જિનથી એને માત આપી છે. આ સ્ટેડિયમમાં પહેલા 1 લાખ10 હજારની બેઠક વ્યવસ્થા હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ સ્ટેડિયમની બહાર લાગેલા હોર્ડિંગમાં બેઠક ક્ષમતા વધારીને 1 લાખ 32 હજાર કરી દેવામાં આવી હોવાનું જણાવ્યા છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી શરૂ થનાર પિંક બોલ ટેસ્ટ મેચમાં ક્રિકેટ રસિયાઓથી લઇ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ અને BJP અગ્રણી નેતાઓ સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા છે. મોટેરા સ્ટેડિયમ બહાર ભારે જન મેદની જોવા મળી છે. સવાર થી જ લોકો સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા હતા. અલગ અલગ રાજ્યમાંથી ક્રિકેટના ફેન્સ આજે મેચ જોવા તેઓના દેશી પહેરવેશ સાથે આવી પહોંચ્યા છે. દર્શકોએ સ્ટેડિયમ બહાર નારા લગાવી ઉત્સાહ દર્શાવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud