• સગીરાએ ઉપાડ પેટે લીધેલા 20 હજાર પરત ન કરી મામલો ભૂલી જવા શેઠે ધમકી આપી
  • સગીરાને સહન ન થતાં પિતાને કાયદેસર કાર્યવાહી કરવાનું કહેતા પિતાએ પોલીસ ફરિયાદ કરી 

#Ahmedabad - સગીરા ઘરે એકલી હતી ત્યારે શેઠ તેના મિત્ર સાથે ધસી આવ્યો, મોડલિંગના કપડા પહેરાવી કરી છેડતી
WatchGujarat  Ahmedabad શહેરના પૂર્વ વિસ્તારની સગીરાનો પરિવાર અંબાજી જતા નોકરી પર ગઈ ન હતી. ત્યારે સગીરાના ઘરે તેનો શેઠ મિત્રને લઈને ધસી આવ્યો હતો અને સગીરા સાથે બીભત્સ હરકતો કરી હતી. શેઠ અને તેના મિત્રએ સગીરાને મોડલિંગના કપડા પહેરાવી ફોટો પણ પાડ્યા હતા. બીજા દિવસે સગીરાએ નોકરી પર નહીં જવાનું જણાવતા ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. દીકરી સાથે થયેલી ઘટનાની વાત કરવા પિતા શેઠની દુકાને જતા સગીરાએ ઉપાડ પેટે લીધેલા 20 હજાર પરત ન કરી મામલો ભૂલી જવાની શેઠે ધમકી આપી હતી.

શહેરના પૂર્વ વિસ્તારમાં 40 વર્ષીય યુવક તેમના પરિવાર સાથે રહે છે. યુવક કાલુપુર ખાતે દાલ પકવાનની લારી ધરાવી વ્યાપાર કરે છે. અને પોતાનું અને પરીવારુનું ગુજરાન ચલાવે છે. યુવકની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેમની એક સગીર પુત્રી 6 મહિનાથી કુબેરનગર ખાતે આવેલી રેડીમેડ કપડાંની દુકાનમાં નોકરી કરે છે. દુકાનના માલિકના મિત્ર અવારનવાર તેઓની દુકાન ઉપર આવતા હોવાથી આ યુવક પણ તેમને ઓળખે છે. ગત ૨૨ ડીસેમ્બરના રોજ તેઓ પરિવાર સાથે અંબાજી જવા નીકળ્યા હતા. ત્યારે યુવકની સગીર દીકરી કે જે કુબેર નગર ખાતે નોકરી કરે છે તે ઘરે એકલી હતી. ઘરમાં કોઈ ન હોવાથી તે દિવસે સગીરા નોકરી પર ગઈ ન હતી. પરિવારજનો અંબાજીથી રાત્રે પરત ફર્યા હતા ત્યારે તમામ લોકો જમી પરવારીને સુઈ ગયા હતા. #Ahmedabad

બીજા દિવસે પણ સગીરા નોકરી પર ગઈ નહોતી. ત્યારે પિતાએ દીકરીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે આજથી નોકરી પર જવાની નથી, પરંતુ શું થયું કેમ તું નોકરી પર જવાની ના પાડે છે. તે બાબતે તેની પુછપરછ કરતાં તે કહેવા લાગી કે, તમે લોકો જયારે અંબાજી ગયા હતા. ત્યારે બપોરના સમયે તેનો શેઠ તેના મિત્ર સાથે ઘરે આવ્યો હતો. અને નોકરી પર કેમ આવી નથી તેમ કહ્યું હતું. જેથી ઘરે કોઈ ન હોવાથી નોકરી પર ન આવી હોવાનું જણાવતાં શેઠ અને તેના મિત્રએ પોટ પ્રકાશ્યું હતું અને સગીરાનો હાથ પકડી બીભત્સ હરકતો કરી હતી. અને થોડીવાર બાદ આ બન્ને શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા.#Ahmedabad

આટલું જ નહી આ બંને શખ્સોએ સગીરાના ઘરે આવી તેને મોડેલિંગના કપડા પહેરાવી ફોટા પણ પડાવ્યા હતા. આ તમામ બાબતની જાણ સગીરાએ પિતાને કરી હતી. જેથી સગીરાના પિતા બીજા દિવસે શેઠની દુકાને ગયા હતા. ત્યારે શેઠે તેની દીકરીને ઉપાડ પેટે રૂ, 20000 આપ્યા છે તે પરત ન આપતા અને આ બધી વાત ભૂલી જવા ધમકી આપી હતી. જેથી સગીરાના પિતા પરત ઘરે ફર્યા હતા. જોકે સગીરાને આ વાત સહન ન થતાં તેણે પિતાને કાયદેસર કાર્યવાહી કરવાનું કહેતા પિતાએ આ બાબતે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે આ મામલે બન્ને શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. #Ahmedabad

More #Young #girl #alone #home #boss# with friend #teasing #modeling #clothes #Gujaratinews #Ahmedabad
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud