• 30 હજાર જેટલા વોલન્ટિયર્સ પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે
  • ત્રીજા તબક્કાની ટ્રાયલ મહત્ત્વની પુરવાર થશે
  • પુખ્ત વયના 1 હજાર જેટલા વોલન્ટિયર્સ પર બીજા તબક્કાની ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી

WatchGujarat દેશમાં કોરોનાની રસીની જોવાતી રાહનો અંત આવ્યો છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ રવિવારે કોવિશીલ્ડ અને કોવેક્સિનના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. કોવેક્સિન સ્વદેશી વેક્સિન છે. હાલમાં એના ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલે છે. એ પહેલાં જ એને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી અપાઈ છે. તો બીજી તરફ કોરોના વેક્સિનની મંજૂરીની પ્રક્રિયા હાલ અંતિમ તબક્કામાં છે. ત્યારે ઝાયડસ કેડિલા દ્વારા તૈયાર કરાયેલી કોરોના વેક્સિન ZyCoV-Dની બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થયા બાદ ભારત સરકારના ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતના અમદાવાદ સ્થિત ફાર્મા કંપની ઝાયડસ કેડિલા હવે ત્રીજા તબક્કામાં 30 હજાર જેટલા વોલન્ટિયર્સ પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે. ક્લિનિકલ ટ્રાયલના પ્રથમ અને બીજા તબક્કામાં ZyCoV-D સલામત, રોગપ્રતિકારક શક્તિને નુકસાન નહીં પહોંચાડનારી હોવાનું સંતોષકારક પરિણામ સામે આવ્યું છે. તંદુરસ્તી ધરાવતા પુખ્ત વયના 1 હજાર જેટલા વોલન્ટિયર્સ પર બીજા તબક્કાની ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. જેમાં વેક્સિન સલામત અને રોગપ્રતિકારક શક્તિને નુકસાન નહીં પહોંચાડતી હોવાનું પુરવાર થયું છે. સ્વાયત્તતા ધરાવતા ડેટા સેફ્ટી મોનિટરિંગ બોર્ડ દ્વારા આ પરીક્ષણનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેના રિપોર્ટ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનને નિયમિત ધોરણે મોકલવામાં આવતા હતા.

દેશમાં બે કોરોના વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી બાદ ઝાયડસ ગ્રુપના ચેરમેન પંકજ આર. પટેલે જણાવ્યું હતું કે, ‘કોરોના વેક્સિન તૈયાર કરવા માટે અમે હવે મહત્ત્વના પડાવ તરફ પ્રવેશી ચૂક્યા છીએ. ભારતમાં તૈયાર કરવામાં આવેલી સલામત રસી દ્વારા કોરોના સામેના જંગમા લોકોને મદદ કરવાનો અમારો હેતુ છે. કોવિડ-19ને ફેલાતો અટકાવવા માટે આ વેક્સિનની અસરકારક્તા કેટલી છે તેના માટે ત્રીજા તબક્કાની ટ્રાયલ મહત્વની પુરવાર થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud