• 9 એપ્રિલના સાંજે રેમડેસિવીર ઇન્જેક્શનનો સ્ટોક પૂરો થઈ ગયો હતો
  • ઝાયડ્સ દ્વારા 11 એપ્રિલથી ફરી રેમડેસિવીરનું વેચાણ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરાઇ હતી
  • રેમડેસિવીર ઇન્જેક્શન લેવા આશરે બે કિ.મી. લાંબી કતારો લાગી
  • મોટી સંખ્યામાં લોકો ભેગા થતા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો

WatchGujarat. આજથી એટલે ઝાયડસ હોસ્પિટલ ખાતેથી એક દિવસના વિરામ બાદ ફરીથી રેમડેસિવીર ઈન્જેકશન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે માટે કોરોનાના દર્દીઓના પરિવારે વહેલી સવારથી જ લાંબી લાઇનો લગાવી છે. સવારે દસ વાગ્યા સુધીમાં તો ઝાયડસની બહાર આશરે બે કિલોમીટર સુધીની લાંબી કતાર જોવા મળી રહી હતી. આ લોકોને જોતા જ ખબર પડે કે, શહેરમાં કોરોનાની સ્થિતિ કેટલી હદે વણસી રહી છે.

છેલ્લા એક સપ્તાહથી રેમડેસિવીર ઈન્જેકશન લેવા માટે ઝાયડ્સ હોસ્પિટલની બહાર લાંબી કતારો લાગે છે.પરંતુ 9 એપ્રિલના સાંજે રેમડેસિવીર ઇન્જેક્શનનો સ્ટોક પૂરો થઈ ગયો હતો.

ત્યાર બાદ પણ લોકો ઝાયડ્સ હોસ્પિટલ બહાર બેસી રહ્યા હતા. ત્યાર બાદ ઝાયડ્સ દ્વારા પણ સત્તાવાર જાહેરાત કરવા આવી હતી કે, 11 એપ્રિલથી ફરી રેમડેસિવીરનું વેચાણ શરૂ કરવામાં આવશે.

આજે સવારથી રેમડેસિવીર ઇન્જેક્શન ઝાયડ્સ હૉસ્પિટલના મેડીકલ સ્ટોર પરથી આપવામાં આવી રહ્યા છે. રેમડેસિવીર ઇન્જેક્શન લેવા માટે લોકોની લાંબી કતાર લાગી છે. સવારે 9 વાગ્યા સુધીમાં ઇન્જેક્શન લેવા માટેના 500 ટોકન તો આપી દેવામાં આવ્યા હતા. તેમ છતાં 1એક હજારથી વધુ લોકો લાઈનમાં ઉભા હતા. લોકોની ભીડના કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લોકો રેમડેસિવીર ઇન્જેક્શન લેવા માટે તો આવે છે. પરંતુ અમદાવાદ બહારથી પણ લોકો આવી રહ્યા છે. રેમડેસિવીર ઇન્જેક્શન લેવા માટે લોકો રાતથી લાઈનમાં ઉભા રહી જાય છે. પરંતુ આજે સૌથી વધુ ભીડ જોવા મળી છે. એક બાજુ લોકોની ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું કહેવામાં આવે છે. બીજી બાજુ કોરોના દર્દીઓના સબંધીઓની લાઇન લાગે છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud