• ઘરમાં દાદી અને પૌત્રી સાથે વાંચવા બેસતા 
  • મારા 70 વર્ષના જીવનકાળના 21 વર્ષ મેં અભ્યાસ પાછળ ખર્ચ્યા – જયશ્રીબેન શાહ
  • ગુજરાત યુનિવર્સિટી દ્વારા 69માં પદવીદાન સમારોહનું આયોજન કરાયું હતું

WatchGujarat. ગુજરાત યુનિવર્સિટીના 69માં પદવીદાન સમારોહમાં 56 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. પરંતુ આ પદવીદાન સમારોહમાં સૌથી ચર્ચાસ્પદ રહ્યા 70 વર્ષના જયશ્રીબેન શાહ, જેમણે સંસ્કૃત વિષયમાં એમએ કર્યું અને 75 ટકા પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 70 વર્ષના જીવનના અમૂલ્ય એવા 21 વર્ષ સતત અભ્યાસ પાછળ જ આપ્યા છે. ભણવાની કોઈ ઉંમર નથી હોતી તે વાત જયશ્રી બેન માટે સચોટ બેસે છે.

સામાન્ય રીતે આજકાલના વિદ્યાર્થીઓ માટે ભણવા માટે પહેલા કરતા વધારે સુવિધાઓ માતા પિતા ઉપલબ્ધ કરાવે છે. તેવા સમયે ભણવાની જગ્યાએ વિવિધ બહાનાઓ આગળ ધરીને બાળકો ભણવાનું ટાળે છે. પરંતુ બીજી તરફ રાજ્યમાં એવા લોકો પણ છે. જેમની ભણવાની ઘગશ ભલભલાને માથું ખંજવાળતી કરી દે છે. તેવા જ એક વિદ્યાર્થી છે 70 વર્ષના જયશ્રીબેન શાહ. જે ઉંમરે લોકો પોતાનું પાછલું જીવન નિરાંતે ગુજારતા હોય છે. તેવા સમયે જયશ્રી બહેને સંસ્કૃત વિષયમાં એમ.એ. કરી ગોલ્ડ મેડસલ મેળવ્યો છે. જયશ્રી બહેન એ તમામ લોકો માટે ઉદાહરણ છે, જે નહિ ભણવા માટે ઉંમર અથવાતો અન્ય બહાના આગળ ધરી દેતા હોય છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા 69માં પદવીદાન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં 151 વિદ્યાર્થીઓને 275 જેટલા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એમ. આર. શાહ ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં જયશ્રીબેન મુગટલાલ શાહે સંસ્કૃત વિષય માંથી MA કર્યું હતું.

તેઓએ મિડીયા સાથેની વાતમાં જણાવ્યું હતું. કે મારી ગ્રાન્ડ ડોટર ધોરણ 10માં અભ્યાસ કરે છે. અમે બંને અભ્યાસ માટે સાથે વાંચવા બેસતા હતા. મને અભ્યાસમાં નાનપણથી રુચિ છે. મારા 70 વર્ષના જીવનકાળના 21 વર્ષ મેં અભ્યાસ પાછળ ખર્ચ્યા છે. વર્ષ 1973માં BSc કર્યુ હતું. 33 વર્ષ શિક્ષક તરીકે જોબ કરી અને છેલ્લે તેઓ ક્લોલની શાળામાં પ્રિન્સિપાલ તરીકે રિટાયર્ડ થયા હતા. 21 વર્ષના અભ્યાસ દરમિયાન તેઓએ કમ્પ્યુટરના અને આંબેડકર યુનિવર્સિટીમાં ચાલતા કોર્ષ પણ કર્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud