• મંગળવારે રાજ્યને તૌકતે વાવાઝોડાએ ધમરોળ્યું હતું
  • જમાલપુર કાઝીધાબા ગલીમાં આવેલી પાંચ માળની બિલ્ડીંગ બુધવારે બપોરે ધારાશાયી થઇ
  • બિલ્ડીંગ પડતાની સાથે સલામત અંતરે લોકો એકત્ર થઇને સમગ્ર નજારો જોયો

WatchGujarat. અમદાવાદના જમાલપુરા કાઝીધાબા ગલીમાં પાંચ માળવી બિલ્ડીંગ ધારાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે બિલ્ડીંગ પડવાની દુર્ઘટનામાં કોઇ જાન હાની થઇ ન હતી. પોલીસ અને પાલિકાના સ્ટાફે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

મંગળવારે રાજ્યને તૌકતે વાવાઝોડાએ ધમરોળ્યું હતું. અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં પ્રચંડ ગતિ સાથે પવન સાથે વરસાદ પડવાને કારણે અનેક જગ્યાઓએ ઝાડ, અને બેનરનું માળખું ધારાશાયી થયું હતું. સદ્ભાગ્ચે ગઇ કાલે કોઇ જાન હાની થઇ ન હતી. ઘટનાના બીજા દિવસે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી હતી.

જમાલપુર કાઝીધાબા ગલીમાં આવેલી પાંચ માળની બિલ્ડીંગ બુધવારે બપોરે ધારાશાયી થઇ હતી. બિલ્ડીંગનો વિડીયો સામે આવતા સનસનાટી મચી જવા પામી હતી. બિલ્ડીંગની બાલ્કનીમાં લોકોના કપડા સુકવવા મુકેલા જોવા મળ્યા હતા. બિલ્ડીંગ પડતી વખતે લોકો દુર બુમો પાડતા વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે. બિલ્ડીંગ ગણતરીની મીનીટોમાં જમીનદોસ્ત થઇ જાય છે.

બિલ્ડીંગ પડતાની સાથે સલામત અંતરે લોકો એકત્ર થઇને સમગ્ર નજારો જોઇ રહ્યા છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી પ્રમાણે, 5 માળની બિલ્ડીંગ પડવાની ઘટનામાં કોઇ જાન હાની થઇ નથી. સમગ્ર મામલે જાણ થતા જ પાલિકા અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને લોકોને દુર કરવા સહિતની બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. અચાનક બિલ્ડીંગ કેમ પડી તે અંગેની વધુ વિગત વહીવટી તંત્ર દ્વારા તપાસ બાદ બહાર આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud