અમદાવાદ. પોપ્યુલર બિલ્ડર ગ્રુપના માલિક રમણ પટેલ, મૌનાંગ પટેલ, દશરથ પટેલ અને વીરેન્દ્ર પટેલ સામે પરીવારજનો સામે ઘરેલુ હિંસાના કેસમાં આજે સોમવારે 11 વાગે તેમના 2 દિવસના રિમાન્ડ પુરા થયા હતા. જેના પગલે પોપ્યુલર બિલ્ડરના માલિક રમણ પટેલ સહીત તમામને મિર્ઝાપુર કોર્ટમાં રજુ કરાયા હતા. જ્યા તેમને મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.
મિર્ઝાપુર કોર્ટમાંથી આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ હવે આરોપીઓ આવનારા દિવસોમાં જામીન અરજી કરી શકે છે.
આ પહેલા કોર્ટે આરોપીઓના રિમાન્ડની અરજી રદ્દ કરી હતી
ગત રવિવારે મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપીઓની રિમાન્ડ અરજી ફગાવી તેમને જેલમાં મોકલ્યા હતા. આ આદેશ સામે સરકારે આરોપીઓના ફરી રિમાન્ડની માગણી કરતી અરજી સેશન્સ કોર્ટમાં કરી હતી. જેમાં સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટને રિમાન્ડ અંગે ફેરવિચારણા કરવા આદેશ કર્યો હતો. જેના પગલે કોર્ટે તમામ આરોપીના 2 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.
સરકારી વકીલે આરોપીઓ પુરતો સહકાર ન આપવાની રજુઆત કરી હતી
આ પહેલા સરકારી વકીલ પ્રવીણ ત્રિવદીએ કોર્ટને રજૂઆત કરી હતી કે ગત સુનાવણીમાં આરોપીઓની પૂરતી પૂછપરછ થઇ શકી નથી અને આરોપીઓ સહકાર પણ આપી રહ્યા નથી. ફરિયાદી ફીઝુ પાસે તેને મિલકતમાંથી બાકાત કરતા દસ્તાવેજો પર બળજબરીથી સહી લેવામાં આવી હતી. આ ઘટનાની વીડિયોગ્રાફી આરોપીઓએ કરી હતી. આ તમામ પુરાવાઓ અંગે આરોપીઓ કોઇ માહિતી આપી રહ્યા નથી.
રિમાન્ડ દરન્યાન આરોપીઓ પોલીસને સહકાર આપ્યો નહીં
મળતી માહિતી મુજબ ચારેય આરોપીઓ રિમાન્ડમાં પોલીસને સહકાર ન આપીને સમય પસાર કરી રહ્યા હતા.
સર્ચ ઓપરેશનમાં પોલીસના હાથે કઇ ન મળ્યું
અમદાવાદના ચર્ચીત પોપ્યુલર બિલ્ડર્સના માલિક રમણ પટેલ, મૌનાંગ પટેલ, દશરથ પટેલ અને વીરેન્દ્ર પટેલ આ ચારેય આરોપીઓ નિર્દોષ હોવાનું પોલીસ પાસે રટણ કરી રહ્યાં છે. ફીઝુ સાથે છૂટાછેડા અને પૌત્રીને મિલકતમાંથી દૂર કરવા માટે બનાવવામાં આવેલા દસ્તાવેજો કોર્ટમાં હોવાનું કહી રહ્યાં છે. તો રમણ પટેલના બંગલા તથા શિલ્પ એપેરિયાના છટ્ઠા માળે વસ્ત્રાપુર પોલીસની એક ટીમ બે કલાક સુધી દસ્તાવેજો મેળવવા માટે સર્ચ હાથ ધર્યુ હતું. પણ વસ્ત્રાપુર પોલીસને પોપ્યુલર બિલ્ડર પાસેથી ગુનામાં સામેલ લોકો અને દસ્તાવેજો મેળવવામાં નિષ્ફળ રહી હતી.
અમદાવાદ. પોપ્યુલર બિલ્ડર ગ્રુપના માલિક રમણ પટેલ, મૌનાંગ પટેલ, દશરથ પટેલ અને વીરેન્દ્ર પટેલ સામે પરીવારજનો સામે ઘરેલુ હિંસાના કેસમાં આજે સોમવારે 11 વાગે તેમના 2 દિવસના રિમાન્ડ પુરા થયા હતા. જેના પગલે પોપ્યુલર બિલ્ડરના માલિક રમણ પટેલ સહીત તમામને મિર્ઝાપુર કોર્ટમાં રજુ કરાયા હતા. જ્યા તેમને મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.
મિર્ઝાપુર કોર્ટમાંથી આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ હવે આરોપીઓ આવનારા દિવસોમાં જામીન અરજી કરી શકે છે.
આ પહેલા કોર્ટે આરોપીઓના રિમાન્ડની અરજી રદ્દ કરી હતી
ગત રવિવારે મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપીઓની રિમાન્ડ અરજી ફગાવી તેમને જેલમાં મોકલ્યા હતા. આ આદેશ સામે સરકારે આરોપીઓના ફરી રિમાન્ડની માગણી કરતી અરજી સેશન્સ કોર્ટમાં કરી હતી. જેમાં સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટને રિમાન્ડ અંગે ફેરવિચારણા કરવા આદેશ કર્યો હતો. જેના પગલે કોર્ટે તમામ આરોપીના 2 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.
સરકારી વકીલે આરોપીઓ પુરતો સહકાર ન આપવાની રજુઆત કરી હતી
આ પહેલા સરકારી વકીલ પ્રવીણ ત્રિવદીએ કોર્ટને રજૂઆત કરી હતી કે ગત સુનાવણીમાં આરોપીઓની પૂરતી પૂછપરછ થઇ શકી નથી અને આરોપીઓ સહકાર પણ આપી રહ્યા નથી. ફરિયાદી ફીઝુ પાસે તેને મિલકતમાંથી બાકાત કરતા દસ્તાવેજો પર બળજબરીથી સહી લેવામાં આવી હતી. આ ઘટનાની વીડિયોગ્રાફી આરોપીઓએ કરી હતી. આ તમામ પુરાવાઓ અંગે આરોપીઓ કોઇ માહિતી આપી રહ્યા નથી.
રિમાન્ડ દરન્યાન આરોપીઓ પોલીસને સહકાર આપ્યો નહીં
મળતી માહિતી મુજબ ચારેય આરોપીઓ રિમાન્ડમાં પોલીસને સહકાર ન આપીને સમય પસાર કરી રહ્યા હતા.સર્ચ ઓપરેશનમાં પોલીસના હાથે કઇ ન મળ્યુંઅમદાવાદના ચર્ચીત પોપ્યુલર બિલ્ડર્સના માલિક રમણ પટેલ, મૌનાંગ પટેલ,દશરથ પટેલ અને વીરેન્દ્ર પટેલ આ ચારેય આરોપીઓ નિર્દોષ હોવાનું પોલીસ પાસે રટણ કરી રહ્યાં છે. ફીઝુ સાથે છૂટાછેડા અને પૌત્રીને મિલકતમાંથી દૂર કરવા માટે બનાવવામાં આવેલા દસ્તાવેજો કોર્ટમાં હોવાનું કહી રહ્યાં છે.તો રમણ પટેલના બંગલા તથા શિલ્પ એપેરિયાના છટ્ઠા માળે વસ્ત્રાપુર પોલીસની એક ટીમ બે કલાક સુધી દસ્તાવેજો મેળવવા માટે સર્ચ હાથ ધર્યુ હતું. પણ વસ્ત્રાપુર પોલીસને પોપ્યુલર બિલ્ડર પાસેથી ગુનામાં સામેલ લોકો અને દસ્તાવેજો મેળવવામાં નિષ્ફળ રહી હતી.