સોશિયલ મિડીયામાં પરિણીતાનો મોબાઈલ નંબર સાથે રેટ @40 લખેલી પોસ્ટ વાઈરલ કરી.
પરિણીતાના પતિને જાણ થતાં સમગ્ર મામલો સાઈબર ક્રાઈમ સુધી પહોંચ્યો.
Watch Gujarat. દિલ્હી ખાતે પતિ સાથે રહેવા ગયેલી અમદાવાદની પરિણીતાએ પાડોશી મહિલાને બાલ્કનીમાં બોયફ્રેન્ડ સાથે રંગરેલીયા મનાવતાં જોયાં હતાં. પરિણીતાએ આ અંગે પતિને પણ જાણ કરી હતી. હાલ અમદાવાદ પરત ફરેલી પરિણીતાનો મોબાઈલ નંબર @40 લખીને સોશિયલ મિડીયામાં વાઈરલ કરાયો હતો. આ અંગે દિલ્હી રહેતાં પતિએ જાણ કરતાં પરિણીતાએ પાડોશી મહિલા પર આશંકા વ્યક્ત કરવા સાથે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારની પરિણીતાના પતિને દિલ્હી ખાતે ઉંચા પદવાળી નોકરી મળતાં તે ત્યાં રહેવા ગયો છે. અમદાવાદ રહેતી પરિણીતા તાજેતરમાં પતિને મળવા દિલ્હી ગઈ હતી. દિલ્હીની વૈભવી સોસાયટીમાં પરિણીતા રહી હતી. દરમિયાન તેનો પરિચય પાડોશી મહિલા સાથે થયો હતો.
એક દિવસ પતિ ઓફિસે ગયો હતો ત્યારે પરિણીતા બાલ્કનીમાં કપડાં સુકવવા ગઈ હતી. ત્યારે તેણે જોયું કે, પાડોશી મહિલા તેની બાલ્કનીમાં બોય ફ્રેન્ડ સાથે રંગરેલીયા મનાવી રહી છે. પાડોશી મહિલા અને તેના બોયફ્રેન્ડની નજર પરિણીતા પર પડતાં તેમણે વધારે અશ્લિલ હરકતો કરી હતી.
ત્યારબાદ કેટલાંક દિવસ સુધી પાડોશી મહિલાના આવા દ્રશ્યો જોઈને ત્રસ્ત થયેલી પરિણીતાએ સમગ્ર બિના પોતાના પતિને જણાવી હતી. થોડાક દિવસો બાદ પરિણીતા અમદાવાદ આવી ગઈ હતી. દરમિયાનમાં એક સાંજે તેના પતિએ ફોન કરીને તેને જાણ કરી કે, તેના મોબાઈલ નંબર અને રેટ @40 લખેલી પોસ્ટ કોઈએ સોશિયલ મિડીયામાં વાઈરલ કરી છે.
આ વાત જાણીને ચોંકી ઉઠેલી મહિલાએ દિલ્હી ખાતેની પાડોશી મહિલા પર આશંકા વ્યક્ત કરી સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.