• અગાઉ સુરતના ઉઘના પોલીસ સ્ટેશનના મહિલા PSIએ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો હતો
  • અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં આત્મહત્યાનો આ પાંચમો બનાવ છે.
  • આ પાંચ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે.

પોલીસ વિભાગ માટે ડેન્જર ડિસેમ્બર : સુરતના મહિલા PSI બાદ અમદાવાદના કોન્સ્ટેબલનો આપઘાત

WatchGujarat  રાજ્યમાં એક પછી એક પોલીસ કર્મીઓના આપઘાત કરવાનો બનાવો સામે આવી રહ્યા છે. અગાઉ સુરતના ઉઘના પોલીસ સ્ટેશનના મહિલા PSIએ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો. ત્યારે હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાસો ખાય આત્મહત્યા કરી લીધી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં આત્મહત્યાનો આ પાંચમો બનાવ છે. આ પાંચ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે.

સુરતના ઉઘના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI અમિત જોશીએ લફડેબાજ પતિ અને સાસરીયાઓના ત્રાસથી કંટાળી ગત તા. 5 ડિસેમ્બરના રોજ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો. ત્યારે હવે અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિશાલ ડાભીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાય આત્મહત્યા કરી લીધી છે. વિશાલ ડાભીએ સેટેલાઇટ પ્રેરણાતીર્થ દેરાસર ખાતે આવેલા પોતાના ઘરે જ આપઘાત કરી લેતા સેટેલાઇટ પોલીસે ઘટનાસ્થળે પહોંચી છે.

ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મૃતક કોન્સ્ટેબલ વિશાલ ડાભી ખેડા પોલીસમાં ફરજ બજાવતો હતો. જ્યાં બે મહિના પહેલા મૃતક કોન્સ્ટેબલની ખેડાથી અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી.જેથી તે છેલ્લા બે મહિનાથી જ અમદાવાદ આવ્યો હતો. મૃતક વિશાલ ડાભીએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી છે. કોઈના દબાણમાં અથવા તો શા કારણોથી કરી છે તે અંગે વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી છે. #PSI

ખાનગી કંપનીના ડાયરેક્ટર 23 ડિસેમ્બરે સાતમા માળેથી કૂદી આત્મહત્યા કરી

શહેરની થલતેજ કેમ્બે હોટલ પાસેના એનિગ્મા ફ્લેટમાં રહેતા વેપારી યુવકે અંકિત ટાંકે 23 ડિસેમ્બરે વહેલી સવારે સાતમા માળેથી પડતું મૂકીને જીવન ટૂંકાવી લીધું હતું. અંકિત ટાંક ડિપ્રેશનની બીમારીથી પીડાતો હતો અને દવા લેતો હતો. અંકિત ટાંક અપરણિત હતો અને તે એસજી હાઈવે પર આવેલા શપથ-4માં પોતાની કંપની ધરાવતો હતો. તેઓ એસજી હાઈવે પર હોટલ ક્રાઉન પ્લાઝા પાસેના શપથ-4માં ગ્રીન ગેઈન એનર્જી સોલ્યુશન નામની કંપની ધરાવતો હતો. બુધવારે સવારે 5 વાગ્યે અંકિતે સાતમા માળેથી નીચે પડતું મૂક્યું હતું. જેથી માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થવાથી અંકિતનું મોત નિપજ્યું હતું.

21 ડિસેમ્બરે આપઘાતના ત્રણ બનાવોમાં એકનું મોત બે સારવાર હેઠળ

શહેરના વાસણા વિસ્તારમાં કોચિંગ ક્લાસ ચલાવનાર પાર્થ ટાંક નામના શિક્ષકે બિલ્ડીંગના 14મા માળેથી કુદીને જીવન ટુકાવ્યું છે.પાર્થ ટાંક રાબેતા મુજબ જીમમાં ગયા હતા અને જીમમાં જઈને તે જ બિલ્ડીંગના 14માં માળેથી કુદીને આપઘાત કર્યો છે. તેમજ નિકોલ વિસ્તારમાં કાનબા કોવિડ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં કામ કરતાં ધર્માંગ પટેલ નામના યુવકે રવિવારે રાત્રે હોસ્પિટલના સાતમાં માળેથી નીચે પડતુ મુક્યું હતું. જેથી યુવકના માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમદાવાદમાં સાબરમતિ નદીમાં એક યુવતીએ ઝંપલાવ્યું હતું. પરંતુ ફાયર વિભાગની રીવર રેસ્ક્યૂ ટીમે યુવતીને બચાવી લીધી હતી. હાલમાં યુવતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

More #After #PSI #vastrapur # police #constable #suicide #Ahmedabad #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud