• રાજ્યમાં કોરોનાના કેસો વધતાની સાથે હવે પ્લાઝમાં અને ઓક્સિજનની માંગમાં ભારે ઉછાળો આવ્યો
  • કોરોનાની સારવાર દરમિયાન દર્દીના પરિવારજને પ્લાઝમાં મેળવવા માટે ભટકવું ન પડે તે માટે ઝુૂબીન આશરા સહિતના યુવાનોએ ટીમ બનાવી સેવાકાર્ય શરૂ કર્યું
  • પ્લાઝમાને કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીને આપવાથી તેની રીકવરી ઝડપી થાય છે
  • જો કોઇ વ્યક્તિ અમારા ધ્યેય સાથે જોડાઇને લોકસેવા કરવા ઇચ્છતો હોય તો અમે તેનું સ્વાગત કરીએ છીએ – ઝુબીન આશરા

WatchGujarat. કોરોના હવે સુનામી બનીને રાજ્યભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. રોજે રોજ રાજ્યના તમામ શહેરોમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક નવો રેકોર્ડ સર્જી રહ્યો છે. તેવા સમયે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓને પ્લાઝમાંની ભારે માંગ ઉઠી છે. હવે લોકોને પ્લાઝમાં અપાવવા માટે ઝુબીન આશરા નામના યુવાને અન્ય સેવાભાવી યુવાનોની ટીમ બનાવીને ડોનર શોધી આપવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું છે.

ઝુબીન આશરાએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સામાજીક કાર્યમાં હું સક્રિય હોવાને કારણે કોરોના કાળમાં મને લોકોને પ્લાઝમાં મેળવી આપવા માટે અસંખ્ય ફોન આવતા હતા. જેને લઇને પ્લાઝમાની અછતની સમસ્યા મારા ધ્યાને આવી હતી. ત્યાર બાદ લોકોને પ્લાઝમાં સરળતાથી મળી રહે તે માટે મારા મિત્રો સાથે આ અંગે ચર્ચા કરી હતી. ચર્ચાના અંતે અમે ટીમ બનાવીને કોરોનાથી સાજા થયેલા લોકોનો સંપર્ક સાધીને આખું વર્ચ્યુઅલ હેલ્પ ડેસ્ક જેવું ચાલુ કર્યું હતું. અમે ચાર મિત્રો જરૂરીયાતમંદ લોકોને પ્લાઝમાં મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. કોઇ પણ વ્યક્તિ પ્લાઝમાં મેળવવા માટે સંપર્ક કર્યા બાદ અમારી ટીમ ડોનરની શોધમાં લાગી જાય છે. અત્યાર સુધી અનેક લોકોને પ્લાઝમાં મેળવી આપવામાં અમારી ટીમ નિમિત્ત બની હતી.

ઝુબીન આશરાએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી ટીમ દ્વારા માત્ર પ્લાઝમાં જ નહિ પરંતુ જરૂરીયાતમંદ લોકોને ઓક્સિજનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે. કોરોના કાળમાં ઓક્સિજનની ભારે માંગ છે. જેને લઇને કેટલાક લોકોએ ભટકવું પડતું હોવાનું અમારા ધ્યાને આવ્યું હતું. ત્યાર બાદ અમારી ટીમે જરૂરીયાતમંદ લોકોને ઓક્સિજનની સુવિધા પુરી પાડવાનો સંકલ્પ કર્યો હતો. આમ, કોરોના કટોકટી વખતે અમારી ટીમ દ્વારા કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ માટે જરૂરી એવા પ્લાઝમાં અને ઓક્સિજનની સેવા પુરી પાડવામાં આવે છે. તેમણે અપીલ કરતા જણાવ્યું હતું કે, જે લોકો કોરોનાથી સાજા થઇ ગયા છે. તેઓએ સ્વયંભુ રીતે આગળ આવીને અન્ય લોકોને મદદરૂપ થવું જોઇએ. તેની સાથે જો કોઇ વ્યક્તિ અમારા ધ્યેય સાથે જોડાઇને લોકસેવા કરવા ઇચ્છતો હોય તો અમે તેનું સ્વાગત કરીએ છીએ

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં લોહીમાં એન્ટીબોડીઝ બનવાનું શરૂ થઇ જાય છે. જેને આપણે હર્ડ ઇમ્યુનીટિ તરીકે ઓળખીયે છીએ. પ્લાઝમાને કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીને આપવાથી તેની રીકવરી ઝડપી થાય છે. હાલ રાજ્યમાં કોરોનાના કેસો વધતાની સાથે હવે પ્લાઝમાની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે. પરંતુ પ્લાઝમાં મેળવવા મુશ્કેલ હોવાને કારણે લોકો જરૂરીયાતના સમયે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે હવે વડોદરા બાદ અમદવાદના યુવાનો લોકોની મદદ કરવા માટે આગળ આવ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud