• 19 ફેબ્રુઆરી 2006ના રોજ કાલપુરા રેલ્વે સ્ટેશન પર ISIના ઇશારે બોમ્બ બ્લાસ્ટ કરાયો હતો
  • કાલપુરા બોમ્બ બ્લાસ્ટમાં આતંકવાદી સંગઠન લશ્કરે તોયબાની સંડોવણી બહાર આવતા 23 જેટલા ગુનેગારો સામે ફરીયાદ નોંધાવામા આવી હતી
  • કાલપુરા બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધી 13 જેટલા આરોપીઓની ધરપકડ કરાઇ છે
  • મોહીસન સહીત 15થી 20 જેટલા યુવાનોને આતંકવાદી તાલીમ માટે પાકિસ્તાન મોકલવામાં આવ્યાં હતા
  • POKમાં હથિયાર ચલાવવાની સાથે વિસ્ફોટ કરવાની તાલીમ મેળવી કાલપુર રેલ્વે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ કરાયો હતો

 

WatchGujarat. અમદાવાદ કાલપુરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ 2 અને 3 વચ્ચે ટેલિફોન બુથમાં બોમ્બ પ્લાન્ટ કરી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં રેલ્વે સ્ટેશન પર હાજર અનેક લોકો ગંભીર રીતે ઘવાયા હતા. વર્ષ 2002ની ઘટના બાદ આતંકવાદી સંગઠન દ્વારા બદલો લેવાની ભાવના સાથે દેશમાં આતંકી કૃત્યને અંજામ આપી રહ્યાં હતા. ગુજરાતમાં લશ્કરે તોયબાના અસલમ કાશમીરી અને બશીર કાશમીરીએ 15થી 20 યુવાનોની પસંદગી કરી આંતકવાદની ટ્રેનિંગ માટે તમામને પાકિસ્તાન ખાતે મોકલ્યાં હતા. ટ્રેનીંગ લીધા બાદ ISIના ઇશારે અમદાવાદના કાલપુર રેલ્વે સ્ટેશન ખાતે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ કાલપુરા રેલ્વે સ્ટેશન ખાતે 19 ફેબ્રુઆરી 2006ના રોજ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. બોમ્બ બ્લાસ્ટની આ ઘટનાની તપાસ કરેલી એજન્સીને બ્લાસ્ટ પાછળ લશ્કર એ તોયબાનો હાથ હોવાની પાકી માહિતી મળી હતી. જેથી કાલપુરા બ્લાસ્ટ મામલે 18 સપ્ટેમ્બર 2006ના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લશ્કર એ તોયબાના આતંકવાદી ષડયંત્રનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં પોલીસે અગાઉ 12 જેટલા આતંકવાદીઓની ધરપકડ કરી હતી. જ્યારે 11 જેટલા આતંકીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતા.

કાલપુરા બ્લાસ્ટની તપાસ ગુજરાત એ.ટી.એસ પણ કરી રહી હતી. તેવામાં ગુજરાત એ.ટી.એસના ઇન્સપેકટર સી.આર જાદવને માહિતી મળી કે, કાલપુરા બ્લાસ્ટમાં સંડોવાયેલા લશ્કરે તોઇબાનો આતંકી મોહસીન પુનાવાળો પુણેના હડપસરમાં છુપાયેલો છે. જેથી એ.ટી.એસની ટીમ મોહસીનને પકડવા કામે લાગી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે એ.ટી.એસની ટીમ મોહસીન સુધી પહોંચી અને તેને ઝડપી લેવાયો હતો.

એ.ટી.એસ દ્વારા મોહસીનની પુછપરછ કરતા જણવા મળ્યું હતુ કે, કાલપુરા બ્લાસ્ટ પહેલા અમદાવાદ સહીત દેશમાંથી 15થી 20 જેટલા યુવાનોની લશ્કરે તોયબાના અસલમ કાશમીરી અને બશીર કાશમીરી દ્વારા પસંદગી કરવામાં આવી હતી. અસલમ અને બશીર કંથારીયા તથા તડકેશ્વર મદ્રેશામાં અભ્યાસ કરતા હતા. તેના અન્ય સારગીતોની દોરણી હેઠળ નાણાકીય માર્ગદર્શન મેળવી પસંદગી કરાયેલા તમામને આતંકવાદી તાલીમ મેળવવા અર્થે પાકિસ્તાન મોકલાવમાં આવ્યાં હતા. પાકિસ્તાન પહોંચેલા તમામને હથિયારો ચલાવવા સાથે વિસ્ફોટ કરવાની ખાસ તાલીમ આપવામાં આવી હતી.

તાલીમ પૂર્ણ થયા બાદ આઇ.એસ.આઇના ઇશારે તમામને આતંકવાદી ક્રૃત્યોને અંજામ આપવા માટે અમદાવાદ મોકલવામાં આવ્યાં હતા. જ્યાં કાલપુર રેલ્વે સ્ટેશન ખાતે બોમ્બ પ્લાન્ટ કરી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટના બાદ મોહસીન પોતાનુ નામ બદલીને પુણેના હડપસર ખાતે રહેવા લાગ્યો હતો. મોહસીન નજીકની મદ્રેસામાં ભણાવવાનુ કામ કરતો હતો. અને પકડાઇ જવાની બીકે ઘરમાંથી બહાર નિકળવાનુ પણ ટાળતો હતો. પરંતુ કાલપુરા બ્લાસ્ટની ચાલી રહેલી તપાસ દરમિયાન પોલીસ ઇન્સપેકટર સી.આર જાદવને બાતમી મળતી મોહસીન અબ્બસ સૈયાદને ઝડપી પાડવામાં આવ્યો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની ISIના ઇશારે અમદાવાદના કાલપુરા રેલ્વે સ્ટેશન પર વર્ષ 2006માં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે અગાઉ પણ આ કેશનો વોન્ટેડ આરોપી અબ્દુલ રઝાક ગાઝીની 14 વર્ષ બાદ પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાના સોલ્ડાના બજાર ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud