પોલીસ કસ્ટડીમાં રહેલા આરિફના રિમાન્ડ પુરા થતાં શુકરવારે તેને જેલ હવાલે કરાયો
ગત તા. 25 ફેબ્રુઆરીના રોજ આઇશાએ સાબરતમી નદીમાં હસતા હસતા ઝંપલાવી મોતને વ્હાલુ કરી લીધુ હતુ.
પોલીસે આઇશાના પતિ આરિફની રાજસ્થાનના પાલીથી ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા.
આરિફે છુપાવેલો ફોન રિમાન્ડ દરમિયાન પોલીસના હાથે લાગ્યો
દહેજ મામલે વટવા પોલીસે તપાસ હાથ ધરી છે. આરિફના માતા-પિતા સામે પણ કાર્યવાહી થાય તો નવાઇ નહીં
WatchGujarat. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગત તા. 25 ફેબ્રુઆરીના રોજ બનેલી ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું છે. સાસરીયાઓ અને લાલચુ પતિના ત્રાસથી કંટાળી આઇશાએ હસતા મોઢે દર્દનાક વીડિઓ બનાવી નદીમાં પડતુ મુક્યું હતુ. આઇશાનો હસતો ચહેરો અને તેના દિલમાં છુપેયાલ દર્દને જે રીતે તેને વર્ણવી વીડિઓ બનાવ્યો હતો. એ વીડિઓ જોનાર સેંકળો લોકોની આંખો ભરાઇ આવી હતી. પરંતુ આરિફના ચહેરા ઉપર કોઇ રંઝ ન હતો. શુક્રવારે આરિફના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે.
આ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર વિક્રમ દેસાઇએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, રાજસ્થાનના પાલીથી આરિફની અટકાયત કરવામાં આવી હતી. આરિફની વધુ પુછપરછ માટે કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યાં હતા. રિમાન્ડ દરમિયાન પોલીસને આરિફનો સંતાડેલો મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો. જોકે મોબાઇલનો તમામ ડેટા ડિલિટ કરી નાખ્યો હોવાથી તપાસ અર્થે ફોરેન્સીક તપાસમાં મોકલામાં આવ્યો છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, આઇશાએ આપઘાત કરતા પહેલા 72 મીનિટ સુધી આરિફ સાથે ફોન પર વાત કરી હતી. છેલ્લા 6 મહિના જેટલા સમયથી આરિફ તેનો ફોન ઉપડતા ન હતો, જાન્યુઆરી મહિનામાં છેલ્લે 20 સેકન્ડ તેને વાત કરી હતી. ત્યારબાદ ગત તા. 25 ફેબ્રુઆરીના રોજ આપઘાત કરતા આઇશાએ આરિફને ફોન કર્યો અને બન્ને વચ્ચે અંદાજીત 72 મીનિટ સુધી વાત થઇ હતી. જેમાં આઇશા વારંવાર આરિફને મનાવવાની કોશિષ કરી રહીં હતી. આરિફ સામે કરેલા કેસનુ નિકાલ લાવવા તેને મળવા માટે પણ કહ્યું હતુ. 72 મીનિટની છેલ્લી વાતચિતમાં આઇશાએ તેને મનાવવાના ખુબ પ્રયત્નો કર્યા હોવાની આરિફે પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.
આખરે આરિફ ન માનતા તેના કહેવા મૂજબ આઇશાએ વીડિઓ બનાવી તેને મોકલી આપ્યો હતો. અને ત્યારબાદ સાબરમતીમાં ઝંપલાવી જીવનનો અંત લાવી દીધો હતો. જોકે આરિફના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. આરિફ અને તેના પરિવાર સામે દહેજની માગણીના પણ પ્રશ્નો ઉઠ્યો છે. જેથી વટવા પોલીસ આ મામલે તપાસ કરી છે. નજીકના દિવસોમાં આરિફના પરિવાર સામે પણ કાર્યવાહી થાય તો નવાઇ નહીં.