• રાજ્ય સરકાર દ્વારા કોરોના કાળમાં ડોક્ટરો તથા મેડીકલ સ્ટાફને પ્રોત્સાહન આપતી જાહેરાતો માત્ર કાગળ પર જ છે
  • શુક્રવારે સીએમ વિજય રૂપાણી તેમના ફેસબુક પેજ પર લાઇવ આવ્યા હતા
  • હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનવણી દરમિયાન ચીફ જસ્ટીસે રાજ્યમાં કોરોના ટેસ્ટીંગ, ટેસ્ટીંગના પરિણામમાં વિલંબ, રેમડેસીવીર ઇન્જેક્શન સહિતના મામલે અણાીયારા સવાલો સરકારને પુછવામાં આવ્યા હતા

Watchgujarat. રાજ્યમાં કોરોના કટોકટી ચાલી રહી છે. ડોક્ટરો દિવસ રાત એક કરીને કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાના દર્દીઓની સારવારમાં મહત્વના ગણાતા રેમડેસીવીર ઇન્જેક્શન, ઓક્સિજન તથા હોસ્પિટલમાં બેડ સહિતની અછત સહિતની અનેક સમસ્યાઓ છે. તેવા સમયે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાકાળમાં દર્દીઓને સારવાર આપતા કોરોના વોરીયર્સના કામની સરાહના કરી તેમનો આભાર માન્યો હતો.

વડોદરામાં તાજેતરમાં સ્ટાયફંડ મુદ્દે એસએસજી હોસ્પિટલમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા અને કોરોનાની ફરજ બજાવતા ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા કોરોના કાળમાં ડોક્ટરો તથા મેડીકલ સ્ટાફને પ્રોત્સાહન આપતી જાહેરાતો માત્ર કાગળ પર જ છે. તેવા સમયે શુક્રવારે સીએમ વિજય રૂપાણી તેમના ફેસબુક પેજ પર લાઇવ આવ્યા હતા. અને તેમણે કોરોના કાળમાં અનેક અછત વચ્ચે સતત સેવારત ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફનો આભાર માન્યો હતો. હાલની સ્થિતીએ માત્ર આભાર માનવો કોરોનાની સ્થિતી બદલી શકે તેમ નથી.

ગઇ કાલે હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનવણી દરમિયાન ચીફ જસ્ટીસે રાજ્યમાં કોરોના ટેસ્ટીંગ, ટેસ્ટીંગના પરિણામમાં વિલંબ, રેમડેસીવીર, હોસ્પિટલમાં બેડની સુવિધા, ઓક્સિજનની સ્થિતી, 108 એમ્બ્યુલન્સની હોસ્પિટલ બહાર લાઇનો સહિતના મુદ્દે અણીયારા સવાલો પુછ્યા હતા. રાજ્યમાં કોરોનાની કટોકટી દિવસેને દિવસે વધુ ઘેરી બનતી જાય છે. જો આ રીતે જરૂરિયાતની મોટાભાગની ચીજ વસ્તુઓની અછત વચ્ચે તબિબો તથા મેડીકલ સ્ટાફ લાંબો સમય કામ કરશે તો તબિબી માળખાની કમર તુટી જશે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

સીએમ. વિજય રૂપાણીએ તબિબો અને પેરામેડીકલ સ્ટાફને સંબોધન કરતા કહ્યું હતું કે, કોરોના મહામારીમાં ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફનું ખૂબ મોટું યોગદાન રહ્યું. તેમને કોટી કોટી વંદન. એક વર્ષના વિરામ વગર એ લોકો એક જ કામ કરી રહ્યા છે. તેમની મનોદશા સમજી શકાય એવી છે. તમે જે કરી રહ્યા છો તે અસામાન્ય છે. કોરોના સામે લડાઈ લાંબી ચાલી છે. હતાશ થવાની કે થાકવાની જરૂરી નથી. બધા સાથે મળીને લડીશું. માનવતાની જીત થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud