CM વિજય રૂપાણી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપાના સ્ટાર પ્રચારક છે.
વડોદરામાં રવિવારે પહેલી વખત સભાના આયોજનમાં તેઓ આવ્યા હતા
દરમિયાન રાત્રે સ્ટેજ પર ચાલુ ભાષણે તબિયત બગડતા તેઓ ઢળી પડ્યા હતા
હાલ અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં તેઓની તબિયત સ્થિર છે
સીએમની તબિયત પુછવા માટે પહોંચેલો છોટુ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો
WatchGujarat. વડોદરામાં રવિવારે 14મી ફેબ્રુઆરીના રોજ ભાજપના ઉમેદવારના ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર સભામાં સંબોધન સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત અચાનક બગડતા તેઓ મંચ પર જ ઢળી પડ્યા હતા. જ્યાં તબીબોની ટીમે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને તાત્કાલીક સારવાર માટે અમદાવાદની યુ. એન. મહેતા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ મુખ્યમંત્રીની તબિયત સ્થિર છે. ત્યારે વિવેક દાસ નામનો નાનો છોકરો સીએમ રૂપાણીની ખબર પૂછવા ગયો હતો
વિવેકની બહેનના એડમિશનમાં સીએમે કરી હતી મદદ
વિવેક દાસ નામનો છોકરો સીએમ રૂપાણીની ખબર પૂછવા માટે અમદાવાદની યુ.એન.મહેતા હૉસ્પિટલ ખાતે પહોચ્યો હતો. વિવેકની બહેનના કેન્દ્રીય શાળામાં પ્રવેશ માટે સીએમને રજુઆત કરી હતી. સીએમ દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને રજુઆત કરાતા બાળકની બહેનનું એડમિશન કેન્દ્રીય શાળામાં થયું હતું. જોકે, પોલીસ પ્રોટોકોલ અંતર્ગત બાળકને કેમ્પસમાં પ્રવેશ આપવામાં નથી આવ્યો. સીએમ બાળકને છોટુ નામથી ઓળખતા હોવાનો પણ તેને દાવો કર્યો છે.
પીએમ મોદીએ ફોન પર પૂછી ખબર
નોંધનીય છે કે, સીએમની તબિયત બગડી હોવા વિશે જાણ થતા જ પીએમ મોદીએ ફોન કરીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. આ ખબર સાંભળતા સીએમ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી પણ રાતે જ રાજકોટના નિવાસસ્થાનેથી અમદાવાદ યુ.એન. મહેતા હૉસ્પિટલ આવવા રવાના થઇ ગયા હતા.