• ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા હેલ્પલાઈન નંબર શરૂ કરાયો
  • અમદાવાદ અને સુરતમાં 50-50 બેડના બે કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવશે.
  • ઈન્જેક્શનોનું કોંગ્રેસ દ્વારા મફત વિતરણ કરવાની તથા સરકાર દ્વારા શ્વેત પત્ર જાહેર કરવામાં આવે તેવી માગ
  • કોંગ્રેસ 10 હજાર રેમડેસિવિર ઈન્જેક્શન ગરીબોને મફત આપશે

WatchGujarat. સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસ કહેર બનીને વર્તાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં રોજ રેકોર્ડબ્રેક વધારો જોવા મળી રહ્યો છે. એવામાં હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા માટે તેમજ દર્દીઓને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 9099902255 શરૂ કર્યો છે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસ અમદાવાદ તથા સુરતમાં કોંગ્રેસ કાર્યાલયોમાં 50-50 બેડના કોવિડ કેર સેન્ટરો પણ શરૂ કરશે. જે માટે તેમણે સરકાર અને કમિશનર પાસે મંજૂરી માગી છે. સાથે જ ઈન્જેક્શનોનું કોંગ્રેસ દ્વારા મફત વિતરણ કરવાની તથા સરકાર દ્વારા શ્વેત પત્ર જાહેર કરવામાં આવી તેવી માગણી અમિત ચાવડાએ કરી છે.

રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. એવામાં હવે ગુજરાત કોંગ્રેસ દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવા માટે સરકારને ભલામણ કરાઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિત ચાવડાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કે જાહેરાત કરી હતી કે, સુરત અને અમદાવાદમાં બે નવા કોવિડ કેર સેન્ટર શરૂ કરવા ભલામણ કરાઈ છે. અમદાવાદમાં પાલડી રાજીવ ગાંધી ભવન ચોથા માળે 50 બેડ ઉભા કરવા કોંગ્રેસ તૈયાર છે.

તેમણે વધુમાં કહ્યું કે, માત્ર સરકાર મંજૂરી આપે કોંગ્રેસ તૈયાર છે. કોંગ્રેસે જિલ્લા કાર્યાલયમાં પણ કોવિડ કેર સેન્ટર ઉભા કરવા સરકાર ભલામણ કરી છે. સાથે તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ તમામ કાર્યલાય વિના મુલ્યે આપવા તૈયાર છે.’ ઈન્જેક્શન પર સી.આર પાટીલનું નામ લીધા વિના તેમણે કહ્યું કે, અમુક લોકો ઈન્જેક્શનો લઈ લોકોને દબાવી રહ્યા છે, અને પોતાનો રાજકીય લાભ પાર પાડી રહ્યા છે. કોંગ્રેસ પક્ષને 10 હજાર ઇન્જક્શન આપવામાં આવે, કોંગ્રેસ ગામ ગામે સુધી નિઃશુલ્ક આ ઇન્જેક્શન હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરો દ્વારા આપશે. સાથે જ અમે એન્ટીજન ટેસ્ટ માટે ડોમ બનાવવા માટે તૈયાર છીએ. કોંગ્રેસ ડોમને ખર્ચે ઉપાડવા તૈયાર છે.

પોતાની પ્રેસ કોન્ફરન્સમાં અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, સરકાર કોરોનાના કેસનો આંકડો છુપાવાનો પ્રયાસ કરે છે. કેટલા બેડ ખાલી છે. કેટલી હોસ્પિટલ કોવિડ ડેઝિગ્નેટ છે તેની માહિતી સરકાર જાહેર કરે. સરકાર માત્ર ઉત્સવમાં વ્યસ્ત રહી છે. સમય હતો છતાં કોઇ નવું ઇન્ફાસ્ટ્રક્ચર ના ઉભું કરી શક્યા. ગુજરાત આજે રામ ભરોસે જીવી રહ્યું છે. હોસ્પિટલ પાસે બેડ નથી, સ્ટાફ નથી. ઇન્જેક્શન ગુજરાતમાં બને છતાં અછત ઉભી થાય તે માનવામા આવતું નથી. 27 લાખ ઇન્જક્શનનું પ્રોડક્શન થયું તો કેમ દર્દીઓ લાંબી લાઇન લગાવી.

તેમણે કહ્યું, ‘ગુજરાતની જનતા ઇન્જેક્શન વલખા મારી રહી છે અને છતાં યુપી સહિત અન્ય રાજ્યમાં ઇન્જેક્શન મોકલવામા આવ્યા. હોસ્પિટલમાં ઓક્સિજનની પણ કાળાબજારી ચાલી રહી છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટના જસ્ટીટ મારફત તપાસ કરવો.’ સાથે જ તેમણે આગામી સમયમાં મહામારી ગંભીર બને તો સરકાર દ્વારા કોરોનાને રોકવા માટે કયા પ્રકારનું આગોતરું આયોજન કરાયું છે, તે વિશે લોકોને જાણ કરવા માટે શ્વેત પત્ર બહાર પાડવામાં આવે તેવી માંગણી કરી છે.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud