મુંબઇથી ભરૂચ આવેલી યુવતિ બાથરૂમમાંથી નહીને બહાર નિકળી અને એજ બાથરૂમની વેન્ટીલેશનની બારીમાંથી લુંટારૂઓ ઘરમાં પ્રવેશ્યાં
20થી 22 વર્ષની ઉંમરના લુંટારૂઓએ યુવતિના ગળે ચપ્પુ મુકી ભરબપોરે ઘરમાં લુંટ ચલાવી
30 તોલા સોનાના દાગીના સાથે રોકડ રકમની પણ લુંટ કરી હોવાનુ જાણવા મળી રહ્યું છે.
યુવતિને સારવાર અર્થે હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ભરૂચ. શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલા આકાશગંગા સોસાયટીમાં ભર બપોરે 12 વાગે ચપ્પુની નોક પર લૂંટ થઈ હોવાનો બનાવ બન્યો છે. મુંબઇથી આવેલી યુવતિ સ્નાન કરીને બહાર આવ્યા બાદ બાથરૂમની બારીમાંથી બે લુંટારૂઓ ઘરમાં પ્રવેશીને 30 તોલા સોનું સહિતના મુદ્દામાલની લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
બનાવ અંગે સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ભોલાવ વિસ્તારમાં આવેલા શનિવારે આકાશ ગંગા સોસાયટીમાં લુંટારૂ ટોળકી ત્રાટકી હતી. જ્યાં સોસા.ના એક મકાનમાં મુંબઇથી આવેલી અવની ઠક્કર પોતાના ઘરના બાથરૂમમાંથી સ્નાન કકરીને બહાર નિકળી અને તેના થોડા જ સમયાં બે લુંટારૂઓ વેન્ટીલેશનની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા હતા.
20થી 22 વર્ષની ઉમરના લુંટારૂઓએ અવનીના ગળે ધારદાર ચાકુ મુકી કબાટમાંતી અંદાજીત 30 તોલા સોનુ અને રોકડ રકમની લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. લૂંટારુઓએ કાળી બુકાની ધારણ કરી હોવાથી આંખો સિવાય કઈ જોઈ શકાયું ન હતુ. બનાવને પગલે સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવતિને હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. જ્યારે બનાવને પગલે પોલીસે શહેરમાં નાકાબંધી કરી લુંટારૂઓની શોધખોળ હાથ ધરી હતી.
- મુંબઇથી ભરૂચ આવેલી યુવતિ બાથરૂમમાંથી નહીને બહાર નિકળી અને એજ બાથરૂમની વેન્ટીલેશનની બારીમાંથી લુંટારૂઓ ઘરમાં પ્રવેશ્યાં
- 20થી 22 વર્ષની ઉંમરના લુંટારૂઓએ યુવતિના ગળે ચપ્પુ મુકી ભરબપોરે ઘરમાં લુંટ ચલાવી
- 30 તોલા સોનાના દાગીના સાથે રોકડ રકમની પણ લુંટ કરી હોવાનુ જાણવા મળી રહ્યું છે.
- યુવતિને સારવાર અર્થે હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.