• માસ્ક પહેરવાને લઈને પોલીસ સાથે ઘર્ષણના બનાવો સામે આવી રહ્યા છે.
  • કારમાં મહિલાએ માસ્ક ન પહેરેલું હોવાથી પોલીસે તેને રોકી
  • હું દંડ નહીં ભરું અને તારે જે કરવું હોય એ કરી લે, આવા અપમાનજનક શબ્દો મહિલા પોલીસને કહ્યા

#Ahmedabad - માસ્ક અયોગ્ય રીતે પહેરવા બદલ કાર રોકી તો મહિલા બોલી - તું હલકી છે, પૈસા ભેગા કરવા ઊભી છે, ચાલતી થા

WatchGujarat. માસ્ક પહેરવાને લઈને પોલીસ સાથે ઘર્ષણના બનાવો સામે આવી રહ્યા છે. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં કારમાં મહિલાએ માસ્ક ન પહેરેલું હોવાથી પોલીસે તેને રોકી હતી. માસ્કનો દંડ ભરવાનું કહેતાં જ એક મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી. ચલ ફૂ, તું હલકી છે; પૈસા ભેગા કરવા ઊભી છે; ચાલતી થા; હું દંડ નહીં ભરું અને તારે જે કરવું હોય એ કરી લે, આવા અપમાનજનક શબ્દો મહિલા પોલીસને કહ્યા હતા. જેથી પોલીસે હિરલ પરીખ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

‘માસ્કનો મેમો ભરવાની નથી અને હું જોઈ લઈશ’

સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીએસઆઇ એ. આર. બાથમ અને તેમની ટીમ સેટેલાઈટ વિસ્તારમાં માસ્ક ન પહેરનારા લોકો સામે કાર્યવાહી કરવા ઊભાં હતાં. દરમિયાન એક કાર આવતાં તેમાં કારચાલકની બાજુની સીટમાં બેઠેલી મહિલાએ માસ્ક પહેરેલું ન હોવાથી પોલીસે કાર રોકી હતી, જેથી પોલીસે એ બાબતે દંડ ભરવાની સૂચના આપી હતી. મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને ત્યાં હાજર મહિલા પોલીસને કહેવા લાગી કે હું ‘માસ્કનો મેમો ભરવાની નથી અને હું જોઈ લઈશ’. તમારે જે કરવું હોય એ કરી લે અને તેણે તેને ધક્કો પણ માર્યો હતો.

‘હું દંડ નહીં ભરું અને તારે જે કરવું હોય એ કરી લે’

બાદમાં “ચલ, ફૂ” જેવા અપમાનજનક શબ્દો બોલી મહિલા પોલીસને તું હલકી છે, પૈસા ભેગા કરવા ઊભી છે; ચાલતી થા; હું દંડ નહીં ભરું અને તારે જે કરવું હોય એ કરી લે, આવું કહેતાં તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની ફરજમાં અડચણરૂપ બનનાર આ મહિલા હિરલ પરીખ જયંતીભાઈ શર્મા હોવાનું સામે આવતાં પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો.

More #માસ્ક #female #police #abused #by car #owner #Ahmedabad #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud