અમદાવાદમાં આવેલી મેસર્સ હાઇગીયા ઓર્થો પ્રાઇવેટ લીમીડેડ કંપની મેડીકલ ડિવાઇઝના ઉત્પાદન સાથે સંકળાયેલી છે
કંપની સંચાલકે લાયસન્સ મેળવવા માટે કચેરીમાં ઇમેલ કર્યો હતો
ઇમેલ બાદ ઇન્સ્પેક્શન કરવા આવેલા અધિકારીઓએ લાયસન્સ આપવા માટે લાખો રૂપિયા માંગ્યા
કંપની સંચાલકે સીબીઆઇમાં ફરિયાદ કરતા છટકું ગોઠવી લાંચિયાને રંગેહાથ પકડ્યા
WatchGujarat. કોરોના મહામારીના કાળમાં પણ લાલચી સરકારી અધિકારીઓ પોતાનું પોત પ્રકાશવાનું ચુકતા નથી. CDSCO કચેરીના બે લાંચીયાઓએ અમદાવાદની મેડીકલ ડિવાઇસ બનાવતી કંપનીના સંચાલક પાસે લાયસન્સ આપવા માટે લાખો રૂપિયાની માંગણી કરી હતી. કંપની સંચાલકે આ મામલે સીબીઆઇ, ગાંધીનગરમાં ફરિયાદ કરતા છટકું ગોઠવીના લાંચીયાની ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદમાં મેસર્સ હાઇગીયા ઓર્થો પ્રાઇવેટ લીમીડેડ કંપની આવેલી છે. કંપનીના મેડીકલ ડિવાઇસનું મેન્યુફેક્ચરીંગ કરવામાં આવે છે. કંપનીના માલિકે સીબીઆઇ, ગાંધીનગર ખાતે લેખીતમાં ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, કંપની દ્વારા મેડીકલ ડિવાઇઝ મેન્યુફેક્ચરીંગ કરવા માટે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) ને ઇમેલ કરીને લાયસન્સ મેળવવાના દસ્તાવેજો ઇ-મેલ મારફતે ફાઇલ કર્યા હતા. કટેરી તરફથી ઇન્સ્પેક્શન કરવા માટે અધિકારીનું નામ અને ઇન્સ્પેક્શનની તારીખ જણાવવામાં આવી હતી.
12 મે ના રોજ પરાગ ભુષણ અને આર. મોહન કંપનીના વટવા જીઆઇડીસી ખાતે આવેલા પ્લાન્ટમાં ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા. બે અધિકારીઓ દ્વારા બે કલાક સુધી મેન્યુફેક્ચરીંગ યુનિટમાં ઇન્સ્પેક્શનની કામગીરી કરી હતી. ત્યાર બાદ પરત ઘરે ફરતી વેળાએ લાયસન્સ ઇશ્યુ કરવા માટે પરાગ ભુષણે તેના માટે રૂ. 3 લાખ અને આર. મોહના માટે રૂ. 4 – 5 લાખની માંગણી કરી હતી.
સમગ્ર મામલે ફરિયાદ બાદ સીબીઆઇના પીઆઇ એન. કે. વર્માને કેસની તપાસ સોંપવામાં આવી હતી. લાંચ માંગવા મામલે સીબીઆઇ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકામાં પરાગ ભુષણ રૂ. 3.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. સમગ્ર મામલે સીબીઆઇએ પરાગ ભુષણ અને આર. મોહના સામે ગાંધીનગર સીબીઆઇમાં ફરિયાદ નોંધી હતી.
સીબીઆઇએ લાંચિયા સરકારી અધિકારીઓના નિવાસ સ્થાને સર્ચનો દોર લંબાવ્યો હતો. બંને લાંચિયાઓના ઘરે સર્ચ દરમિયાન કુલ મળીને રૂ. 25 લાખ નગદ પ્રાપ્ત થયા હતા. સીબીઆઇએ પૈસા સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી શરૂ કરી હતી.