અમદાવાદ. પરિણિતા પર ઘરેલુ હિંસાનો વધુ એક કિસ્સો અમદાવાદના વાડજ વિસ્તારમાંથી સામે આવ્યો છે. પોલીસ ફરીયાદ મુજબ પરિણિત મહિલાએ તેના સાસરિયા પર આક્ષેપ લગાવ્યો હતો કે સાસરિયા તેને શારીરિક અને માનસિક ત્રાસ તથા દહેજ માટે સતત પરેસાન કરી રહ્યા છે.
પતિ રૂપિયાનો ભુખ્યો અને લાલચુ છે : પત્નીનો આક્ષેપ
પરિણિતાએ તેના પતિ પર વધુ આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે તેનો પતિ રૂપિયાનો ભુખ્યો છે. પત્ની ગર્ભવતી થયા બાદ ડિલિવરી, હોસ્પિટલ અને દવાના તમામ ખર્ચના બીલો મંગાવ્યા હતા અને તેને વીમા કંપનીમાં ક્લેમ કરીને રૂપિયા મેળવી લીધા હતા.
સાસરિયાઓ દહેજને લઇને સતત ત્રાસ આપતા અને માર મારતા
તો સાસરિયા પણ દહેજ માટે સતત ત્રાસ આપી રહ્યા હતા અને અનેક વાર માર પણ મારતા હતા. અંતે સાસરિયાનો ત્રાસ વધી જતાં પરિણિતાએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.પરિણિતાની ફરીયાદના આધારે વાડજ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને પતિ સહીત ત્રણ લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પરિણિતાએ પોલીસને વર્ણવી સમગ્ર ઘટના
નવા વાડજમાં રહેતી 30 વર્ષીય યુવતીના લગ્ન 2017 માં ન્યૂ રાણીપ ખાતે રહેતા જયદીપ નિરંજનભાઈ ચોક્સી નામના યુવક સાથે થયા હતા. લગ્ન સમયે મહિલા પણ વસ્ત્રાપુર ખાતે એક સહકારી બેંકમાં નોકરી કરતી હતી. જેને લઈ સાસુ સંધ્યા નિરંજન ચોક્સી, સસરા નિરંજન કાંતિલાલ ચોક્સી અને પતિનું સારું વર્તન જોવા મળ્યું હતું. પરંતુ બાદમાં સાસરિયાઓમાં રૂપિયાની લાલચ છતી થઈ હતી. તેઓએ મહિલાને ત્રાસ આપી દહેજ માંગવાનું શરૂ કરી દીધું હતું. એટલું ઓછું હોય તેમ લગ્નના બે ત્રણ માસમાં જ મહિલાને પિયરમાંથી વધુ 50 હજાર દહેજ લાવી આપવા ફરજ પડી હતી.
બાદમાં મહિલાને નોકરી કરતા તેના જ નામે બોપલ ખાતે એક ફ્લેટ લઈને ડાઉન પેમેન્ટ પાંચ લાખ પણ પિયરમાંથી મંગાવી લીધા હતા. મહિલાને લોનના હપ્તા ભરવા માટે સાસરિયાઓ દબાણ કરતા અને તારે નોકરી કરવી પડશે તેવો ત્રાસ આપતા હતા. પરંતુ મહિલાએ આ બધો જ ત્રાસ સહન કરતી હતી. પરિણીતા ગર્ભવતી હોવા છતાં લોનના હપ્તા ભરવા તેની નોકરી સાસરિયાઓએ ચાલુ રખાવી હતી અને કંઈપણ બોલે તો તેને માર મારતા હતા. જેથી મહિલાએ આ બધી વાત તેના પિતાને કરતા પિતા પોતાના ઘરે મહિલાને લઈ આવ્યા હતા. ત્યારે વાડજ પોલીસે પતિ જયદીપ નિરંજનભાઈ ચોકસી, સાસુ સંધ્યા નિરંજન ચોકસી અને સસરા નિરંજન કાંતિલાલ ચોકસી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે.
અમદાવાદ. પરિણિતા પર ઘરેલુ હિંસાનો વધુ એક કિસ્સો અમદાવાદના વાડજ વિસ્તારમાંથી સામે આવ્યો છે. પોલીસ ફરીયાદ મુજબ પરિણિત મહિલાએ તેના સાસરિયા પર આક્ષેપ લગાવ્યો હતો કે સાસરિયા તેને શારીરિક અને માનસિક ત્રાસ તથા દહેજ માટે સતત પરેસાન કરી રહ્યા છે.
પતિ રૂપિયાનો ભુખ્યો અને લાલચુ છે :પત્નીનો આક્ષેપ