ગોડાઉન ભાડે રાખનાર હિતેશ સુતરિયાના 10 નવેમ્બર સુધી રિમાન્ડ
ગોડાઉનના માલિક નાનુ ભરવાડના 7 અને પ્રદિપ ભરવાડના 8 નવેમ્બર સુધી રિમાન્ડ મંજુર
અમદાવાદ. પીરાણા વિસ્તારમાં કેમિકલ બ્લાસ્ટ કેસમાં 3 આરોપીને આજે કોર્ટમાં રજુ કરાયા હતા. કોર્ટે ત્રણેય આરોપીના રિમાન્ડ મંજુર કર્યા. જેમાં ગોડાઉન ભાડે રાખનાર હેતલ સુતરીયાના 10 તારીખ સુધીના રિમાન્ડ મંજુર થયા છે. તો ગોડાઉનના માલિક નાનુ ભરવાડના 7 તારીખ સુધી રિમાન્ડ મંજુર થયા તો ગોડાઉનના અન્ય માલિક પ્રદિપ ભરવાડના 8 તારીખ સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
ગોડાઉનના માલિકને ખ્યાલ હોવા છતાં ભાડે આપ્યું છે
ગોડાઉનના માલિક પ્રદિપ ભરવાડને બધી જ જાણ હોવા છતાં હેતલ સુતરિયાને કોર્પોરેશનની પરવાનગી વગર ઝેરી કેમિકલ રાખવાની અને ફાયરસેફટી વગર કેમિકલનો ધંધો કરવાની પરવાનગી આપી હતી. તો ગોડાઉનના અન્ય માલિક નાનુ ભરવાડ આવા જોખમકારક ગોડાઉનની નજીક આવા કપડાંના ગોડાઉન ભાડે આપ્યા હતા. તમને જણાવી દઇએ કે આ દુર્ઘટનામાં 12 લોકોનો જીવનદીપ બુજાયો હતો.
દુર્ઘટનાના 3 દિવસ બાદ કોર્પોરેશન હરકતમાં આવી
પીરાણા વિસ્તારમાં કેમિકલ બ્લાસ્ટ દુર્ઘટના કેસમાં તંત્ર દોડધામ કરી રહ્યું છે. ત્યારે લોકો દ્વારા એવો રોષ ઉઠી રહ્યો હતો કે આટલી મોટી દર્ઘટના થવા છતા કોર્પોરેશન કેમ હજુ સુધી કોઇ એક્શન નથી લઇ રહ્યું. ત્યારે 3 દિવસ બાદ અમદાવાદ કોર્પોરેશનની દક્ષિણ ઝોનની ટીમે આજે બપોરે પીરાણા વિસ્તારમાં આવેલ તમામ વેર હાઉસ પર રેડ મારી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પોટેશયમ, હાઇડ્રોજન પેરોક્સાઈડ, સોડિયમ હેકસામેટ સહિતના રસાયણોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તો અનેક પ્રકારના કેમિકલ ભરેલા ડ્રમ પણ મળી આવ્યા હતા.
કોર્પોરેશનની દક્ષિણ ઝોનની ટીમે 3 વેર હાઉસ સીલ કર્યા
અધિકારીના જણાવ્યા પ્રમાણે કોર્પોરેશને શાહ વેર હાઉસ, તો રાણીપુર પાટિયા પાસે આવેલ 2 એકમો સીલ કરી દીધા છે. કોર્પોરેશનની ટીમે જ્યારે આ સ્થળો પર રેડ પાડી ત્યારે મોટા પ્રમાણમાં વિવિધ પ્રકારના જ્વલનશીલ કેમિકલો મળી આવ્યા હતા.