અમદાવાદ. રાજ્યમાં જાહેર સ્થળો પર જ્યા સોશિલય ડિસ્ટન્સના નિયમો નથી જળવાઇ રહ્યા ત્યા કોર્પોરેશન કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે અમદાવાદના પોશ વિસ્તાર એવા એસ.જી. હાઇવે રોડ (S.G. Hayway) પર કર્ણાવતી ક્લબ (Kaarnawati Club) સામે પ્રખ્યાત ખાણીપીણી બજાર પર કોર્પોરેશને આજે સવારે કાર્યવાહી કરી છે.

મળી રહેલી માહિતી પ્રમાણે કર્ણાવતી ક્લબ સામેના ખુલ્લા પ્લોટમાં ચાલતી નહેરૂનગરવાળાના નામે ચાલી રહેલ ખાણીપીણી બજાર પર સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનો ભંગ થયાની ફરિયાદ કોર્પોરેશનને મળી હતી. જેના પગલે કોર્પોરેશને આ સ્થળે વહેલી સવારે પહોંચીને જગ્યાને સીલ કરી દીધું હતું. કોર્પોરેશનના અધિકારીના કહેવા પ્રમાણે આ સ્થળ પર નહેરૂનગર ફેશન તથા ખાણીપીણીનું માર્કેટ ચાલી રહ્યું હતું. આ જગ્યા પર ખાણીપીણીના સંખ્યાબંધ દુકાનો ચાલી રહી હતી.

કોર્પોરેશનના અધિકારીઓ ટીમ સાથે જ્યારે આ જગ્યા પર પહોંચ્યા ત્યારે લોકો માસ્ક પહેર્યા વગર કામ કરતા જોવા મળ્યા હતા. જેથી સાવચેતીના ભાગ રૂપે સાઉથ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે બજાર સીલ કરી દીધી હતી.

આ પહેલા ગત મહિને ટી-પોસ્ટને પણ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા સીલ કરી હતી
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગત મહિને સિંધુ ભવન રોડ પર આવેલી જાણીતી ચા-નાસ્તાની દુકાન ટી-પોસ્ટને પણ સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરવા બદલ કોર્પોરેશને સીલ કરી હતી. લોકડાઉન બાદ અનલોક 3 અને 4 માં ધંધા-રોજગાર માટે થોડા અંશે છુટછાટ મળતા લોકોએ પોતાની દુકાન-ધંધા ફરી શરૂ કર્યા હતા. પરંતુ ઘણી જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા જેવા નિયમોનું પાલન ન કરતા કોર્પોરેશનને કડક પગલા લેવા પડ્યા હતા અને રાજ્યમાં અનેક શહેરોમાં આવા નિયમોના ભંગ બદલ સંસ્થા કે દુકાનો કે બજારોને સીલ કરવી પડી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud