- ઝાયડસફાર્માની ઝાયકોવ-ડી વૅક્સિનનું 30 જેટલા લોકો પર પરીક્ષણ કરવામાં આવશે.
- આ વૅક્સિનનું ઉંદર જેવા પ્રાણીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં કોઈ આડઅસર જોવા મળી નથી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાત બાદ પુણે અને હૈદરાબાદમાં કોરોના વેક્સીનના પરિક્ષણ માટે મુલાકાત લેશે
WatchGujarat PM Modi – અમદાવાદમાં એક તરફ હોસ્પિટલમાં ભારત બાયોટેકની કોવેક્સિન રસીની ટ્રાયલ શરૂ થઇ ચૂકી છે. ત્યારે બીજી તરફ ઝાયડસ ફાર્માની કોરોનાની રસી ઝાયકોવિડ વેકસીનનું પણ અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ સવારે અમદાવાદ એરપોર્ટથી સીધા ચાંગોદર સ્થિત ઝાયડસ બાયટેકના પ્લાન્ટ પર પહોંચ્યા હતા. ઝાયડસની કોરોના વેક્સીન ઝાયકોવ-ડીનું વડાપ્રધાન મોદીએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ પણ જશે અને હૈદરાબાદ જઈ કોરોના રસીના પરિક્ષણની માહિતી મેળવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીઘી#WatchGujarat #PMModi #CoronaVaccine pic.twitter.com/e7thjr6vPw
— Watch Gujarat (@WatchGujarat) November 28, 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 9 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું પ્રોટોકોલ મુજબ સ્વાગત કરવામાં આવ્યું બાદ એરપોર્ટથી વિશેષ હેલિકોપ્ટર દ્વારા તેઓ ચાંગોદર ઝાયડસ બાયોટેકના પ્લાન્ટ નજીક હેલિપેડ પર પહોંચ્યા હતા. ત્યારબાદ કાર મારફતે ઝાયડસના પ્લાન્ટ પર પહોંચ્યા હતા. ઝાયડસના ચેરમેન પંકજ પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલે પીએમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ ઝાયડસના વિજ્ઞાનીઓ સાથે વેક્સીન અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદી પીપીઈ કિટ પહેરીને ઝાયડસના વિજ્ઞાનીઓ સાથે પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને ઝાયકોવ ડી રસીની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ અહીં એક કલાક જેટલું રોકાયા હતાં. ત્યાર બાદ તેઓ પુણે જવા માટે ચાંગોદર હેલિપેડ પરથી વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે રવાના થયાં હતાં. જ્યાં સિરમ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે અને બાદમાં હૈદરાબાદ જવા રવાના થશે.
ઝાયડસની કોરોના વેક્સિન ઝાયકોવ ડી ડીએનએ આધારિત રસી
મળતી માહિતી અનુસાર, ઝાયડસમાં મોટાપાયે કોરોનાની રસીનું ઉત્પાદન શરૂ કરાયું છે. ઝાયડસની કોરોના વેક્સિન ઝાયકોવ ડી ડીએનએ આધારિત રસી છે. 56 દિવસની સાઈકલમાં આ વેક્સીનના ત્રણ ડોઝ દર્દીને આપવામાં આવે છે. એક વખત રસી આપ્યા બાદ 28 દિવસે બીજો ડોઝ આપવામાં આવે છે. ઝાયડસે વેક્સીનનું બલ્ક ઉત્પાદન હાથ ધર્યું છે. અને જાન્યુઆરી સુધીમાં બે કરોડ જેટલા વાયલ્સ તૈયાર કરવાનું લક્ષ્ય છે. ઝાયડસની રસી ત્રીજા તબક્કાના ટ્રાયલ્સમાં છે જે લગભગ તૈયાર હોવાથી તેનું બલ્ક ઉત્પાદન પણ કરાશે.
કાફલો વચ્ચે અધ્ધ વચ્ચે રોકી લોકોનું અભિવાદન ઝીલ્યું
વડાપ્રધાને ઝાયડસની મુલાકાત લીધા બાદ પૂણે જવા રવાના થયાં હતાં. તેમણે રસ્તામાં પોતાનો કાફલો રોકીને લોકોનું અભિવાદન ઝિલ્યું હતું. અમદાવાદ આવેલા પીએમને જોવા માટે લોકો ચાંગોદરમાં સવારથી જ ઉમટી પડ્યાં હતાં.#WatchGujarat #PMModi #CoronaVaccine pic.twitter.com/6yMop7pwKd
— Watch Gujarat (@WatchGujarat) November 28, 2020
વડાપ્રધાને ઝાયડસની મુલાકાત લીધા બાદ પૂણે જવા રવાના થયાં હતાં. તેમણે રસ્તામાં પોતાનો કાફલો રોકીને લોકોનું અભિવાદન ઝિલ્યું હતું. અમદાવાદ આવેલા પીએમને જોવા માટે લોકો ચાંગોદરમાં સવારથી જ ઉમટી પડ્યાં હતાં.