અમદાવાદ. ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે દારૂ માફિયાઓ અલગ અલગ તરકીબ અજમાવી રાજયમાં દારૂ ઘુસાડે છે અને જેમાં ખાસ કરી ને રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાંથી મોટા પ્રમાણમાં દારૂ ગુજરાતમાં લાવવામાં આવે છે. થોડા દિવસો પહેલાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે અનેક ટ્રક સાથે દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. અને આરોપીઓની ધરપકડ પણ કરી હતી.
સોલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. દરમ્યાન એસપી રિંગ રોડ ખાતે આવેલ પાર્થ પાર્ટી પ્લોટ નજીક પહોંચતા તેમણે બાતમી મળી હતી કે, વેષ્ણોદેવી શર્કલ તરફથી રાજસ્થાનની એક ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક ટ્રક આવી રહી છે. અને તે ટ્રક શીલજ તરફ જઈ રહી છે. જેથી પોલીસે શીલજ સર્કલ તરફ વોચ ગોઠવી હતી.
દરમ્યાન શીલજ સર્કલ પાસે વેષ્ણોદેવી શર્કલથી એક શંકાસ્પદ ટ્રક પોલીસને આવતી જોવા મળી હતી. જેથી પોલીસે તે ટ્રકને કોર્ડન કરી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને ટ્રકમાં સફરજનની પેટીઓ જોવા મળી હતી. પરંતુ બધા બોક્સની ગોઠવણીને જોતા પોલીસને કઈ અજુગતું લાગ્યું હતું. જેથી પોલીસે સફરજનના બોક્સને હટાવી તપાસ કરતા ટ્રકની વચોવચ સફરજનના બોક્સની પાછળ ભારતીય રૂ. 19.80 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આ મામલે પોલીસે પુછતાછ કરતા ટ્રક ચાલકે પોતાનું નામ વરકતખાન સલીમખાન સિંધી(રહે,બાડમેર, રાજસ્થાન) તેમજ ટ્રકમાં સવાર તાહરખાન નુરાખાન સિંધી(રહે, બાડમેર, રાજસ્થાન) ફોટાખાન રમદાનખાન સિંધી(રહ, બાડમેર, રાજસ્થાન) અને લક્ષ્મણસિંહ હરિસિંહ રાજપૂત( રહે, બાડમેર, રાજસ્થાન) જણાવ્યું હતું. પોલીસે તે લોકો કોના કેહવાથી દારૂ લઈ ને આવ્યા હતા અને આ દારૂ નો જથ્થો ક્યાં લઈ જવાના હતા તેની પણ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે તેમની વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી રૂ. 19.80 લાખનો દારૂનો જથ્થો, 5 મોબાઈલ, 2500 રોકડ અને ટ્રક મળી કુલ રૂ. 30.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.