એસ.જી હાઇવે પર ખેતલાપા ટી સ્ટોલ ધરાવતા સાહીલ ભરવાડે દોઢ મહિના પહેલા રૌફ ઝાડવા વિડિઓ બનાવ્યો હતો
વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ સુધી પહોંચ્યો હતો.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિડિઓની તપાસ હાથ ધરી સાહીલ ભરવાડ અને હરદેવસિંહ વાળાની ધરપકડ કરી
પોલીસે પિસ્તોલની રેપ્લીકા અને કાર કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદ. ગુજરાતમાં ગુંડા તત્વો મિર્ઝાપુર જેવી સિરીઝમાં પાત્ર ભજવાતા કેરેક્ટરની રાહ પર જઇ રહ્યા છે. બે દિવસ પહેલા એસ.જી હાઇવે પર ચાલુ કારે યુવકે બંદૂક દેખાડી ફિલ્મી સ્ટાઇલમાં ફાયરિંગ કરતો હોય તેવો વિડીયો વાઇરલ થયો હતો. પોલીસને ઘટનાની જાણ થતા આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ દરમિયાન કારમાંથી પિસ્તોલ દેખાડનાર કોંગ્રેસના આગેવાન રામભાઈ ભરવાડના ભત્રીજા સાહિલ સહિત બેની ધરપકડ કરી હતી.
એસ જી હાઇવે પર કાળા રંગની વરના કારમાં સવાર યુવક હાથમાં બંદૂક દેખાડી ફિલ્મી સ્ટાઉલમાં ફાયરિંગ કરી લોકોમાં ભયનો માહોલ સર્જી રહ્યાનો વીડિયો બે દિવસ અગાઉ વાયરલ થયો હતો. આ વીડિયોને પગલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે, વીડીયોમાં દેખાતો શખ્સ સાહીલ ભરવાડ છે, અને તે પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખી પોલીસ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી લોકોમાં રૌફ બતાવે છે. અને હાલમાં તે એસજી હાઇવે પરના થલતેજ ચાર રસ્તા પાસે હાજર છે.
બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે વોચ ગોઠવી 21 વર્ષીય સાહીલ ઉર્ફ સોહીલ જીતેન્દ્ર મેવાડા (ભરવાડ) (રહે, ભરવાડ વાસ,મકરબ ગામ)ની ધરપકડ કરી હતી. સાહીલ પાસેથી પોલીસે રૂ.3 લાખની કિંમતની કાર અને રૂ.5 હજારની પિસ્ટલ કબ્જે લીધી હતી. પોલીસે સાહિલની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, પોતે કર્ણાવતી કલબ પાસે ખેતલાઆપા ટી સ્ટોલ ધરાવે છે. મિત્ર હરદેવસિંહ દેવીસિંહ વાળા ડાબી’સ કોફી બાર ચલાવે છે. અને ત્રણ મહિના અગાઉ કોફી શોપ પર ભેગા થયા હતા. ત્યારે ત્યાં આવેલા ગ્રાહક પાસેથી રૂ.5 હજારમાં બંદૂકની રેપ્લીકાની ખરીદી હતી. અને બંદૂક વાળો વીડિયો દોઢ માસ પહેલા બનાવી રાજાધિરાજ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આઈડી પર પોસ્ટ કર્યો હતો. જો કે વિડીયોમાં દેખાતી બંદુકની રેપ્લીકા - લાઇટર હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચે હરદેવસિંહ વાળાની પણ ધરપકડ કરી હતી.
સાહિલ ભરવાડ અમદાવાદના મકરબા અને આસપાસના વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીન ધરાવતા તેમજ કોંગ્રેસના આગેવાન રામભાઈ ભરવાડનો ભત્રીજો છે. 21 વર્ષીય સાહિલ પિસ્તોલની રેપ્લિકા ઉપરાંત પોલીસ લખેલી પ્લેટવાળી કાર લઈને શહેરભરમાં રોફ જમાવતો ફરે છે.