હાઇપરટેન્શન એટલે કે હાઈ બીપી એ અનેક રોગોને જન્મ આપવામાં કારણભૂત માનવામાં આવે છે. બદલાતી જીવનશૈલી અને ખાનપાનની ખોટી આદતોને કારણે બીપીની સમસ્યા જન્મે છે. તેના કારણે હૃદય રોગ, કિડનીની સમસ્યા, સ્ટ્રોક અને અન્ય કેટલીક સમસ્યાઓનો ખતરો વધી જાય છે. બ્લડપ્રેશરની સમસ્યા આજકાલ એક સામાન્ય રોગ બની ગઈ છે. આમ તો મોટાભાગના લોકોને હાઈ બ્લડ પ્રેશરનો રોગ સાંભળવા મળે છે. જેના કારણે તેમને હાર્ટ એટેક થવાનું જોખમ રહેલું હોય છે. પરંતુ હાઈ બ્લડ પ્રેશરની સાથે બ્લડ પ્રેશર ઓછું થવું પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. લો બ્લડ પ્રેશર હોવા છતાં પણ લોકોને ચક્કર આવવા, બેહોશ થવું, થાક અને શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે બ્લડ પ્રેશરની સમસ્યાથી બચવા માંગો છો, તો પછી કસરતની સાથે યોગ્ય ખોરાક લેવો પણ ખૂબ જ જરૂરી છે.

આમ તો બ્લડ પ્રેશરના રોગનું કારણ એ આજકાલની જવાબદારી વાળું જીવન છે. જેના કારણે યોગ અને કસરત જેવી ચીજો માટે સમય હોતો નથી. જયારે દિવસભર તે એક જ જગ્યાએ બેસીને કામ કરવાથી શારીરિક પ્રવૃત્તિને અસર થાય છે. જયારે યોગ્ય આહાર ન લેવાને કારણે શરીરમાં નબળાઇ અને થાક આવે છે. જેના કારણે ઘણી વખત બ્લડ પ્રેશર ઓછું થાય છે. હાઇ બીપીથી પીડાતી વ્યકિતને ગભરામણની સાથે માથાના દુખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જાણકારો કહે છે કે, હાઇ બીપી માટે ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. જો તેને સમજીને પ્રયાસ કરવામાં આવે તો નિયંત્રિત કરવું સરળ છે.

જો તમે લો બ્લડ પ્રેશરની સમસ્યાથી બચવા માંગો છો, તો પછી ખોરાકમાં પોષક તત્વોનું ખાવું ખૂબ જ મહત્વનું છે. તમારા આહારમાં એવી વસ્તુઓ શામેલ કરો જેમાં કુદરતી રીતે સોડિયમની માત્રા ધરાવતા હોય. તો ચાલો જાણીએ કે એવી કઈ સુપરફૂડ છે કે જેને લો બ્લડ પ્રેશર વાળાએ તેમના ખોરાકમાં શામેલ કરવા જોઈએ.

કોફીનું સેવન

જો લો બ્લડ પ્રેશરને લીધે કોઈને અચાનક ચક્કર આવે અથવા બેહોશી આવવા લાગે, તો તેને કૉફી પીવડાવો. એક કપ મજબૂત કોફી નબળાઇને દૂર કરવામાં મદદ કરે છે.

આદુ અને એલચીની ચા

પાણીમાં ગ્રેટ કરેલું આદુ અને ચપટી એલચી ઉકાળીને ઠંડુ કરીને પીવાથી હાઈ બીપીમાં ફાયદો થાય છે. તમે આ ચામાં તજનો પાઉડર પર નાખી શકો છો. આનાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે.

લિકોરિસ ટી

લો બ્લડ પ્રેશરની સ્થિતિમાં લિકોરિસ ચાય ફાયદાકારક છે. તેમાં એન્ટીઇન્ફ્લેમેંટ્રી ગુણધર્મો મળી આવે છે. જેના કારણે તે લોહીને સાફ કરે છે. જયારે લિકોરિસ ચાય પીવાથી પાચન તંત્ર જળવાય રહે છે.

ઓલિવનો કરો વપરાશ

ઓલિવ જેવી શાકભાજી જેમાં કુદરતી રીતે સોડિયમની માત્રા હોય છે. તેમનું સેવન ફાયદાકારક છે. જેમ કે કરૌંદા, નાશપતિ. જયારે, ખોરાકમાં ફુદીનો, ડુંગળી અને ધાણા વગેરે પણ શામેલ કરવા જોઈએ.

ગાજર અને પાલક છે મહત્વપૂર્ણ

તમારા આહારમાં ગાજર અને પાલકનો સમાવેશ કરો. તેનું સેવન દરેક રીતે ફાયદાકારક છે. 200 ગ્રામ ગાજરના જ્યુસની સાથે એક ચોથાઈ પાલકનો રસ ઉમેરીને પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

તુલસી

તુલસીને બેસ્ટ ઔષધી માનવામાં આવે છે. હાઈ બીપીને કંટ્રોલ કરવા માટે પણ તુલસી બેસ્ટ છે, તેનો ઉપયોગ ડેઈલી ડાયટમાં કરો અથવા સવારે 3-4 પાન તુલસીના ખાઓ. તમે સૂપ, સલાડમાં પણ નાખીને ખાઈ શકો છો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud