Watchgujarat. કોવિડ-19ની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને બરાબરની ખખડાવી હતી. સરકારની અમુક નીતિઓ સામે સ્પષ્ટ શબ્દોમાં ભારોભાર નારાજગી વ્યક્ત કરતા સુઓમોટો PILની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલો કર્યા હતા. આજે બીજી વખત હાઈકોર્ટની ઓનલાઈન સુનાવણી શરૂ થઈ છે. જેમાં ચીફ જસ્ટીસે મહત્વના મુદ્દાઓ પર સરકારને સવાલો કર્યા હતા.

હાઇકોર્ટની ઓનલાઈન હિયરીંગમાં સરકારને પુછાયેલા મહત્વના સવાલો

 • 108 કે એમ્બ્યુલન્સ માટે રાહ ન જોવી પડે એવી વ્યવસ્થા ગોઠવો
 • કોરોનામાં નાના મકાનમાં રહેતા પરિવારને પ્રોબ્લેમ થાય છે, આવા લોકોને રાખવા માટે કોઈ વ્યવસ્થા છે
 • કોરોના કેસના આંકડા સાચા નથી એટલે જ રેમડેસિવિરની અછત છે આ પણ બીજું કારણ
 • જે દર્દીને ઓક્સિજનની જરૂર છે એને એડમિટ કરવામાં આવતા નથી, આ સાચું છે?
 • ઓક્સિજનનું બ્લેકમાર્કેટિંગ થઈ રહ્યું છે, અરેજમેન્ટ જલ્દી કરાવો
 • તમારી ડોકટરોની એક્સપર્ટ ટીમ દ્વારા લોકો સુધી રેમડેસિવિરના વપરાશની સાઈડ ઇફેક્ટની માહિતી પહોંચાડો
 • દરેક તાલુકામાં અને જિલ્લામાં RTPCR ટેસ્ટ સુવિધા છે?
 • GMDCમાં ડ્રાઇવ થું શરૂ કરવામાં આવી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કઈ વ્યવસ્થા છે, તેમાં કોર્ટને રસ છે
 • અમેં આખા રાજ્યની વાત કરીએ છે, ફક્ત અમદાવાદની વાતો ન કર્યા કરો મી. ત્રિવેદી
 • તમે બેડ ખાલી હોવાનું કહો તો દર્દીઓ કેમ ફરી રહ્યા છે, લાઇનો કેમ લાગે છે
 • દરેક ન્યૂઝ પેપરમાં બેડ, ઓક્સિજન મળતા નથી એનો ઉલ્લેખ છે
 • 15થી 16 માર્ચ પછી કેસો વધવાના શરૂ થયા ત્યારબાદ કોઈ ઘટાડો જોવાયો નથી
 • રાજ્યસરકાર જે કામ કરી રહી છે તેનાથી વધુ કરવાની જરૂર છે
 • હાઇકોર્ટ દ્વારા વારંવાર સરકારને ટકોર કરવામાં આવી છે છતાં પરિસ્થિતિ પર કાબૂ નથી
 • તમે જે રેમડેસીવીર ની દલીલ કરી રહ્યા છો એ એફિડેવિટમાં નથી
 • WHO કંઈ કહે છે, ICMR બીજુ કહે છે અને ગુજરાતમાં નાગરિકો રેમડેસિવર લેવા ફરે છે, આ શું છે ?

મીડિયાના અહેવાલો જવાબદારીપૂર્વકનું પત્રકારત્વ – હાઈકોર્ટ

3 દિવસ પહેલા થયેલી ઓનલાઈન સુનાવણીમાં સરકાર વતી એક સમયે આ સુનાવણીમાં એવી દલીલ કરાઈ હતી કે મીડિયામાં આવતા અહેવાલો તથ્યહીન છે. આ દલીલ સાંભળતાં જ ચીફ જસ્ટિસ વિક્રમનાથની અધ્યક્ષતા હેઠળની બેન્ચે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે સરકારને પોતાની કામગીરી પર ધ્યાન આપવાનું કહીને ઉમેર્યું હતું કે પ્રસાર માધ્યમો એટલે કે મીડિયાના અહેવાલોમાં તથ્ય નથી એવું કહી ન શકાય. અમે પણ મીડિયા અહેવાલો અને વાસ્તવિક પરિસ્થિતિ બંને જોઈએ છીએ. મીડિયા અત્યારે જવાબદારીપૂર્વકનું પત્રકારત્વ કરી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud