AMTS બસની અડફેટે આવતા યુવતીનું મોત
યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું
બસના ડ્રાઇવરે ઘટનાની સમગ્ર વિગતો જણાવી
લાલ દરવાજાથી વસ્ત્રાલ રૂટની બસે અકસ્માત સર્જયો
અમદાવાદ. AMTS અમદાવાદમાં ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. મેગા સિટી અમદાવાદમાં માતેલા સાંઢની જેમ ફરતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) ની બસે વધુ એકનો ભોગ લીધો છે. ઘટના સ્થળેથી પોલીસના જણાવ્યા પ્રમાણે અમદાવાદના અમરાઇવાડી મેટ્રો રેલ પ્રોજેકટ પાસે પૂરપાટ ઝડપે દોડતી AMTS બસની અડફેટે આવતા યુવતીનું મોત નિપજ્યું છે. અમરાઈવાડીના ન્યૂકોટન ચાર રસ્તા પાસે આ દુર્ઘટના બની હતી. લાલ દરવાજાથી વસ્ત્રાલ રૂટની બસે અકસ્માત સર્જયો હતો.
AMTS બસની ટક્કરથી ઘટના સ્થળ પર જ મહિલાનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ મહિલાનુ નામ ગીતાબેન દેવી પૂજક છે. જેમની ઉંમર 55 વર્ષ હતી. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. જે બાદ એએમટીએસના ડ્રાઇવર અને કંડકટર પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. અકસ્માતની ઘટનાની જાણ પોલીસને થયાં બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
AMTS બસના ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે, જ્યારે બસ લાલદરવાજા તરફ જઈ રહી હતી ત્યારે એક સિનિયર સિટીઝન મહિલા અચાનક આજુબાજુ જોયા વગર રોડ ક્રોસ કરી રહી હતી. જે જોઈ મેં બ્રેક મારી હતી પરંતુ કમનશીબે મહિલા બસના આગળની સાઈટ આવી ગઈ હતી. બસના આગળના ટાયર નીચે આવી જતા મહિલાનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ બસમાં સવાર અન્ય મુસાફરો પણ ઉતરી ગયા હતા. જોકે ઘણા મુસાફરો તો ત્યાથી જતા રહ્યા હતા.
- AMTS બસની અડફેટે આવતા યુવતીનું મોત
- યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું
- બસના ડ્રાઇવરે ઘટનાની સમગ્ર વિગતો જણાવી
- લાલ દરવાજાથી વસ્ત્રાલ રૂટની બસે અકસ્માત સર્જયો