• સુરેન્દ્રનગરના વેપારીના પુત્ર અને તેના પાડોશીના પુત્રનુ કારમાં અપહરણ કરી રૂ. 1 કરોડની ખંડણી માગવામાં આવી હતી.
  • ખંડણી રકમ આખરે રૂ. 40 લાખ નક્કી કરી આણંદ પાસે રૂપિયા આપવા માટે બોલાવવામાં આવ્યા
  • અપહરણ કરતાઓએ ખંડણીની રકમ લઇ બે યુવકો અને કાર પરત કરી અને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

#Ahmedabad - સબંધીએ જ બે યુવકોનુ અપહરણ કરી રૂ. 1 કરોડની ખંડણી માગી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કઇ રીતે બાળકોને સલામત છોડવી આરોપીઓને પકડ્યા, જાણો

WatchGujarat. સુરેન્દ્રનગરથી અમદાવાદ ખરીદી કરવા માટે બે બાળકોને વેપારીએ પાડોશીના સગાના ભરોસે મોકલ્યા હતા. અમદાવાદ પહોંચતા બન્ને બાળકોનુ અપહરણ થયુ હોવાનુ ફોન પર અપહરણકર્તાઓએ વેપારીને જાણ કરી હતી. બન્ને યુવકોનો કોઇ પત્તો ન લાગતા આખરે મામલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચ્યો હતો. યુવકોને અપહરણકર્તાઓના ચુંગલમાંથી સલામત છોડાવા માટે ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ પોલીસ અધિકારી સહિત સાત ઇન્સપેકટર અને 130 પોલીસ કર્મીઓની ટીમ કામે લાગતા સફળતા મેળવી હતી. #અપહરણ

આ બનાવની વિગત એવી છે કે, સુરેન્દ્રનગર ખાતે રહેતા આઝાદભાઇ જીગરબાઇ હુદ્ધાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરીયાદ નોંધાવી હતી કે તેમનો 20 વર્ષીય પુત્ર સમીર ઉર્ફે પિન્ટુ અને તેમની પાડોશમાં રહેતા સલીમભાઇ નુરભાઇ વઢવાણીયોનો 18 વર્ષીય પુત્ર સમીર વઢવાણીયા તેઓના સગા સિકંદર ઉર્ફે સલીમ હુદ્ધા સાથે ગતા તા. 31 ડીસેમ્બરના રોજ અમદાવાદ ખાતે કપડાની ખરીદી કરવા માટે ઇકો કારમાં નિકળ્યાં હતા.

અમદાવાદ પહોંચતા બપોરના દોઢ વાગ્યાના અરસામાં પાડોશમાં રહેતા સલીમભાઇએ આઝાદભાઇને ફોન કરી કહ્યું કે, મારા દિકરાનો ફોન સ્વીચ ઓફ આવે છે, તમે તમારા દિકરાને ફોન કરી પુછો ક્યાં પહોંચ્યાં છે ? જેથી આઝાદભાઇએ તેમના પુત્ર સમીર ઉર્ફે પિન્ટુનો સંપર્ક કરતા તેનો પણ ફોન સ્વીચ ઓફ જોવા મળ્યો હતો. તેવામાં સાંજે પાંચ વાગ્યાની આસપાસ આઝાદભાઇની દિકરીને અજાણી યુવિતએ ફોન કરી જણાવ્યું હતુ કે, સમીર ઉર્ફે પિન્ટુને સાડા અગ્યાર વાગ્યાની આસપાસ અમદવાદા વસ્ત્રાલ સ્વામિનારાયણ મંદિર નજીકથી કોઇ અજાણ્યા શખ્સો ઉપાડી ગયા છે. દરમિયાન આઝાદભાઇની દુકાનમાં કામ કરતા રાહુલે જણાવ્યું કે, સમીરને અસલાલી પોલીસ સ્ટેશન લઇ ગયા છે. જેથી આઝાદભાઇએ અસલાલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા તેઓ આ બાબતનો ઇન્કાર કર્યો હતો.

તેવામાં સાંજે પોણા છ વાગ્યાની આસપાસ સમીરના ફોન પરથી પિતા આઝાદભાઇને ફોન આવ્યો અને સામેથી વ્યક્તિ વાત કરતા કહ્યું “ તમારો છોકરો અમારી પાસે છે. તમારો છોકરો લેવો હોય તો એક કરોડ રૂપિયા લઇને હું નક્કી કરૂ ત્યાં આવી જવાનુ છે”. આ વાતની થોડા જ સમય બાદ ફરી ફોન આવાત સમીરે પિતાને જણાવ્યું કે “મને લઇ જાવ નહિંતર આ સાહેબ મને મારી નાખશે”. પુત્રના મોઢેથી નિકળેલા આ શબ્દો સાંભળી પિતા સ્તબ્ધ રહીં ગયા હતા. અને તેઓ સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યાં અને ત્યારબાદ અમદાવાદ ગયા હતા.

દરમિયાન રાત્રી પૌણા દસ વાગ્યાની આસપાસ સમીરના મોબાઇલ પરથી ફરી વખત ફોન આવ્યો અને અપહરણકર્તાએ જણાવ્યું કે, “તારો છોકરો મારી છે એક કરોડ રૂપિયા લઇને આવી જા”, જેથી આઝાદભાઇ રૂપિયાની સગવળ કરવા માટે એક દિવસનો સમય માગ્યો હતો. આમ આખો દિવસ વિતી ગયો પણ બાળકોનો કોઇ પત્તો લાગ્યો ન હતો.

ગત તા. 1 ડીસેમ્બરના રોજ પિતા સહિત સબંધીઓએ બન્ને બાળકોની શોધખોળ કરી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન સવારે 12 વાગ્યની આસપાસ અપહરણકર્તાઓએ આઝાદભાઇને ફરી ફોન કરી રૂપિયા અંગે પુછતા તેમણે 25-30 લાખની સગવળ થઇ હોવાનુ જણાવ્યું હતુ. જોકે અપહરણકરતાઓએ આખરે રૂ. 40 લાખની ખંડણીની માગ કરી અને જણાવ્યું કે પોલીસને આ બાબતની જાણ કરી તો તમારા દિકારાઓને મારી નાખીશુ, અમે કહીયે ત્યાં આવી જવા માટે જણાવ્યું હતુ. પરંતુ વડોદરામાં ક્યા આવવુ તે જણાવ્યું ન હતુ.

જેથી આખરે સમગ્ર મામલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચ્યો હતો. સંયુક્ત પોલીસ કમિશનર અમીત વિશ્વાકર્મા બનાવની ગંભીરતાને જોતા ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચઅધિકારીઓને તાત્કાલીક તપાસ સોંપી હતી. જેના પગલે ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચઅધિકારી, સાત ઇન્સપેકટર અને 130 પોલીસ કર્મીઓનો કાફલો બાળકો અને અપહરણકર્તાઓને શોધવામાં કામે લાગ્યો હતો. અપહરણકર્તાઓ સતત પોતાનુ લોકેશન બદલી રહ્યાં હતા. જેથી તેમનો પત્તો લગાવવો મુશ્કેલ હતો. તેવામાં ટેક્નિકલ સર્વેલન્સની સાથે હ્યુમન સર્વેલન્સની પણ મદદ લેતા એક ટીમ વડોદરા, બીજી આણંદ ખાતે પહોંચી હતી.

દરમિયાન અપહરણકર્તાઓએ આઝાદભાઇને ફોન કરી બોરસદ સ્થિત અંપાડ ગામેથી મોડી સાંજે રૂ. 40 લાખ મેળવી બે યુવકો અને ઇકો કાર પરત કરી રવાના થઇ ગયા હતા. બન્ને બાળકો સહી સલમાત મળી આવતા પોલીસે એક્શન આવીમાં અને આણંદથી બગોદરા ચોરડી પર નાકા બંધી શરૂ કરી વાહન ચેકિંગ શરૂ કર્યું હતુ. જેમાં વેજલકા ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન આઇસર ટેમ્પોમાંથી અપહરણકરતા વિપુલ ઉર્ફે પિન્ટુ ગોપાલભાઇ આલ અને ધર્મેન્દ્ર ઉર્ફે ભીમો પરમારને ઝડપી લેવામાં આવ્યાં હતા.

ક્રાઇમ બ્રાન્ચે આ બન્નેની પ્રાથમિક પુછપરછ કરતા સિકંદર ઉર્ફે સલીમ તથા તેનો મિત્ર વિપુલ આલને દેવુ થઇ જતા એ ઉતરવા માટે આઝાદભાઇ અને તેમના પાડોશી સલીમ વઢવાણીયાના પુત્રનુ અપહરણ કર્યું હોવાનુ સામે આવ્યું હતુ. જોકે મહત્વની બાબત તો એ છે કે, અપહરણ કરતા સિકંદર ઉર્ફે સલીમ સલીમ વઢવાણીયાનો સગો છે અને તે જ બન્ને યુવકોને ખરીદી કરવા માટે અમદાવાદ ખાતે લઇ ગયો હતો. આ ગુનામાં પોલીસે સિકંદર, વિપુલ, ધર્મેન્દ્ર અને નિલેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

More #Kidnapping #for money #conspiracy #exposed #by crime branch #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud