• ગુજરાત ATS સાથે અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યું
  • ગુજરાત સાથે જોડાયેલા કચ્છના દરિયામાં પાકિસ્તાન દ્વારા અવાર નવાર અવળચંડાઈ કરવામાં આવતી હોય છે
  • કચ્છના જખૌ પાસે ભારતીય જળસીમામાંથી કરોડો રૂપિયાની હેરોઇન સાથેની બોટ ઝડપી પાડી

Watchgujarat. ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. જેમાં સ્થાનિક કોસ્ટગાર્ડ સાથે મળીને ATS દ્વારા 30 કિલો હેરોઇનનાં જથ્થા સાથે 8 પાકિસ્તાનીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે જ પાકિસ્તાની બોટ પણ ATS અને કોસ્ટગાર્ડ દ્વારા કબ્જે લેવામાં આવી છે. જો કે હાલ તો આ પાકિસ્તાની બોટ સમુદ્રમાં છે, અને તેને કિનારે લાવવામાં આવી રહી છે.

ઈન્ડિયન કોસ્ટગાર્ડે ટ્વિટ કરીને કહ્યું છે કે, ગુજરાત ATS સાથે અમે એક સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં ગુરુવારે કચ્છના જખૌ બંદર પાસેથી એક બોટ ઝડપાઈ હતી. જેમાં એક પાકિસ્તાની બોટ ઝડપાઈ છે, જેમાં 8 પાકિસ્તાની નાગરિકો સવાર હતા અને તેમની પાસે 30 કિલો હેરોઈન પકડાયુ છે. આ પાકિસ્તાની બોટ ભારતીય જળવિસ્તારમાં આંકરરાષ્ટ્રીય સમુદ્રી રેખા (IMBL)ની નજીકથી ઝડપાઈ છે.

ગુજરાત સાથે જોડાયેલા કચ્છના દરિયામાં પાકિસ્તાન દ્વારા અવાર નવાર અવળચંડાઈ કરવામાં આવતી હોય છે. ત્યારે ફરી એકવાર પાકિસ્તાનની આવી જ નાપાક હરકતને નાકામ કરવામાં આવી છે. ગુરુવારે સંયુક્ત ઓપરેશનમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે કચ્છના જખૌ પાસે ભારતીય જળસીમામાંથી બોટ ઝડપી છે. જેમાં 30 કિલો હેરોઈન સાથે 8 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ આ પાકિસ્તાની બોટ સમુદ્રમાં છે. તેને દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત તપાસ માટે કિનારે લાવવામાં આવશે. બોટમાં કોઈ પણ છુપાયેલી વસ્તુઓને યોગ્ય રીતે તપાસવામાં આવશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud