એક આખી બુલિયન જ્વેલર્સની ટોળકી રચી પદ્ધતિસર વખતો વખત કરોડો રૂપિયાના અંદરો અંદર ટ્રેડિંગના વ્યવહારો બતાવી અને તેના બેંકિંગ વ્યવહારોના આધારે બોગસ બિલો જનરેટ કરતા ગયા
ભરત સોની અને આ ટોળકીએ મળીને રૂ.10 હજાર કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ રચીને રૂ.300 કરોડની બનાવટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવેલી હોય શકે
WatchGujarat. અમદાવાદ નોર્થ કમિશ્નરેટની સેન્ટ્રલ જીએસટીની એન્ટી ઇન્વેઝન વિંગે ભરત ભગવાનદાસ સોની(શુકન સ્માઈલ સિટી, ન્યૂ રાણીપ, અમદાવાદ)ની બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ કરી છે. સોના ચાંદી અને હીરા અને જ્વેલરીની ખરીદીના 2,435.96 કરોડના બોગસ બિલ બનાવ્યા અને 72.25 કરોડની બોગસ ઈનપુટ ક્રેડિટ લીધી. અમદાવાદની એડિશનલ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટની કોર્ટમાં ભરત સોનીને રજૂ કરાયો હતો. કોર્ટે ભરત સોનીને 14 દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ પર સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો છે. આરોપી ભરત સોનીએ કરેલી જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે.
ભરત સોનીએ 6 અલગ અલગ પેઢીઓ ખોલી
મુખ્ય સૂત્રધાર ભરત સોનીએ 6 અલગ અલગ પેઢીઓ ખોલી હતી. જે તેના પરિવારજનોના નામે હતી. જેમાં ઘનશ્યામ જ્વેલર્સ (ભરત સોની - પોતે), કનિષ્ક જ્વેલર્સ (ભાવિન સોની - પુત્ર), દીપ જ્વેલર્સ (દીપાલી પાટડીયા - પુત્રી), એન.એસ. એન્ટરપ્રાઈઝ (નીતિન પાટડીયા - જમાઈ), એસ.એ.ઓર્નામેન્ટ (શ્વેતા પાટડીયા - પુત્રી), બી-2 જેમ્સ (આદર્શ પાટડીયા - જમાઈ) નો સમાવેશ થાય છે.
છ પેઢીના નામે જ રૂ.2435.96 કરોડના બોગસ બિલ જનરેટ કરાયા
પેઢીઓ ખોલીને ભરત સોનીએ તેના નામે બોગસ બિલો જનરેટ કરવાનું શરૂ કરી દીધું. ઉપરાંત એક આખી બુલિયન જ્વેલર્સની ટોળકી રચી પદ્ધતિસર વખતો વખત કરોડો રૂપિયાના અંદરો અંદર ટ્રેડિંગના વ્યવહારો બતાવી અને તેના બેંકિંગ વ્યવહારોના આધારે બોગસ બિલો જનરેટ કરતા ગયા. ફક્ત આ છ પેઢીના નામે જ રૂ.2435.96 કરોડના બોગસ બિલ જનરેટ કરવામાં આવ્યા હતા. જેના આધારે આ પેઢીઓના નામે રૂ.72.25 કરોડની બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી.
બોગસ બિલ જનરેટ કરી રૂ.210 કરોડની બોગસ ઈનપુટ ક્રેડિટ ઓળવી હોવાનો અંદાજ
જીએસટી વિભાગની તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, આ આખા કૌભાંડની ચેઈન ઘણી મોટી છે અને બીજા ઘણાં મોટા માથાંઓ અને શહેરના નામી જ્વેલર્સ આ કૌભાંડમાં સંડોવાયેલા છે. આ તમામ લોકોએ એક સિન્ડિકેટ રચીને સોના-ચાંદી, હિરા તથા જ્વેલરીની ખરીદીના અંદરો અંદરના વ્યવહારો દર્શાવી કરોડોના બોગસ બિલ ઉભા કર્યા હતા. પ્રાથમિક અંદાજ અનુસાર આ સિન્ડિકેટના બાકીના સભ્યોએ મળીને રૂ.7250 કરોડના બોગસ બિલ જનરેટ કરીને રૂ.210 કરોડની ઈનપુટ ક્રેડિટ ઓળવી લીધી છે.
રૂ.10 હજાર કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ બહાર આવી શકે
જીએસટી વિભાગનો અંદાજ છે કે, ભરત સોની અને આ ટોળકીએ મળીને રૂ.10 હજાર કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ રચીને રૂ.300 કરોડની બનાવટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવેલી હોય શકે છે. સમગ્ર મામલે વધુ તપાસ કરવા માટે જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા આરોપીની કસ્ટડી માંગવામાં આવશે.
કેવી રીતે બુલિયન ટ્રેડર્સે આ કૌભાંડ કર્યું
રૂ.10 હજાર કરોડથી વધુના આ બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલા બધા મોટા માથાઓ અમદાવાદ શહેરના બુલિયન ટ્રેડર્સ જ છે. આ બધાએ અંદરો અંદર સિન્ડિકેટ(ટોળકી)રચીને એક બીજાને સોના-ચાંદી તેમજ ડાયમંડનો માલ વેચ્યાના બોગસ બિલ જનરેટ કર્યા હતા. વાસ્તવમાં આવી લેણ-દેણના કોઈ ફિઝિકલ વ્યવહાર કે ડિલિવરી થઈ જ નહોતી. બીજી તરફ આ બોગસ બિલ રજૂ કરીને સરકાર પાસેથી તેના પ્રમાણમાં બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાતી હતી. જીએસટી વિભાગના અંદાજ અનુસાર રૂ.10 હજાર કરોડના આ બોગસ બિલિંગ કૌભાંડમાં રૂ.300 કરોડથી વધુની ઈનપુટ ટેક્સ ક્રેડિટ ઓળવી લેવાય હોય શકે છે.