પતિ અને સાસરીયાઓના ત્રાસથી કંટાળી આઇશાએ સાબરમતી નદીમાં પડતુ મુક્યુ હતુ.
આઇશાનો અંતિમ વિડિઓ અને માતા-પિતા સાથેની વાતચિતનો વાઇરલ ઓડિયો સાંભળી લોકો કાંપી ઉઠ્યા
ચહેરા પર હસી અને દીલમાં દર્દ લઇએ આઇશાએ નદીમાં ઝંપલાવી જીવનનો અંત લાવી દીધો હતો.
રિવરફ્રન્ટ પોલીસે આઇશાના આરોપી પતિને ગત રોજ રાજસ્થાનના પાલીથી દબોચ્યો
આરિફનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે રિપોર્ટની રાહ જોવાઇ રહી છે – પી.આઇ વિક્રમ દેસાઇ
WatchGujarat. લોભીયા અને લાલચુ પતિ સહિત સાસરીયાઓના ત્રાસથી કંટાળીને એક માસુમ દિકરીએ નદીમાં ઝંપલાવી જીવનનો અંત લાવી દીધો હતો. માસુમ આઇશાનો વિડિઓ અને ઓડિયો ક્લિપ સાંભળનરા લોકોની આંખો ભરાઇ આવી હતી. પરંતુ તેના પતિને આ બાબતો કોઇ રંજ હોય તેવું દેખાતુ નથી. સોમવારે પોલીસે આરિફને રાજસ્થાનના પાલીથી દબોચી લીધો હતો. ત્યાર બાદ પોલીસે તેનો કોવિડ ટેસ્ટ કરાવી આવતિકાલે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.
આઇશા આપઘાત મામલે તેના પિતા લિયાકતઅલીએ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન ખાતે આરિફ બાબુખાન ગફુરજી સામે રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરિફ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા. જોકે આરિફને આ બાબતની જાણ થતાં તે ફરાર થઇ ગયો હતો. પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આરિફની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ અંગે વધુ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર વિક્રમ દેસાઇએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, આરિફ સામે ગુનો નોંધાયા બાદ તે ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસે જુદી જુદી ટીમો બનાવી રાજસ્થાનમાં તેની શોધખોળ હાથ ધરી હતી. રાજસ્થાનના ઝાલોર ખાતેનો રહેવાસી આરિફ આ ઘટના બાદ તેની બહેનના ત્યાં નાસી છુટ્યો હોવાનુ પોલીસને જાણવા મળ્યુ હતુ. જેથી પોલીસની ટીમ રાજસ્થાનના પાલી ખાતે પહોંચી હતી. જ્યાં સ્થાનિકોની મદદ અને સહકારથી આરિફને પકડી લેવામાં આવ્યો હતો.
[caption id="attachment_566988" align="alignnone" width="800"] વધુમા તેઓએ જણાવ્યુ કે, આરિફ છેલ્લા 6-8 મહિનાથી આઇશાના ફોન ઉપાડી જવાબ આપતો ન હતો. આરિફે જ આઇશાને વિડિઓ બનાવવા માટે કહ્યું હતુ. આરિફનો ફોન હજી સુધી પોલીસને મળી આવ્યો નથી. આઇશાના મોતનો સ્હેજ પણ અફસોસ આરિફને હોય તેવુ લાગતું નથી. હાલ આરિફની અટકાયત બાદ તેનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. જેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. ત્યારબાદ આવતિકાલે તેનુ કોર્ટમાં પ્રોડ્કશન કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે.[/caption]
આઇશાનો અંતિમ વિડિઓ અને માતા-પિતા સાથેની વાતચિતનો વાઇરલ ઓડિયો સાંભળી લોકો કાંપી ઉઠ્યા
ચહેરા પર હસી અને દીલમાં દર્દ લઇએ આઇશાએ નદીમાં ઝંપલાવી જીવનનો અંત લાવી દીધો હતો.
રિવરફ્રન્ટ પોલીસે આઇશાના આરોપી પતિને ગત રોજ રાજસ્થાનના પાલીથી દબોચ્યો
આરિફનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે રિપોર્ટની રાહ જોવાઇ રહી છે – પી.આઇ વિક્રમ દેસાઇ
WatchGujarat. લોભીયા અને લાલચુ પતિ સહિત સાસરીયાઓના ત્રાસથી કંટાળીને એક માસુમ દિકરીએ નદીમાં ઝંપલાવી જીવનનો અંત લાવી દીધો હતો. માસુમ આઇશાનો વિડિઓ અને ઓડિયો ક્લિપ સાંભળનરા લોકોની આંખો ભરાઇ આવી હતી. પરંતુ તેના પતિને આ બાબતો કોઇ રંજ હોય તેવું દેખાતુ નથી. સોમવારે પોલીસે આરિફને રાજસ્થાનના પાલીથી દબોચી લીધો હતો. ત્યાર બાદ પોલીસે તેનો કોવિડ ટેસ્ટ કરાવી આવતિકાલે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.
આઇશા આપઘાત મામલે તેના પિતા લિયાકતઅલીએ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન ખાતે આરિફ બાબુખાન ગફુરજી સામે રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરિફ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા. જોકે આરિફને આ બાબતની જાણ થતાં તે ફરાર થઇ ગયો હતો. પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આરિફની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ અંગે વધુ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર વિક્રમ દેસાઇએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, આરિફ સામે ગુનો નોંધાયા બાદ તે ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસે જુદી જુદી ટીમો બનાવી રાજસ્થાનમાં તેની શોધખોળ હાથ ધરી હતી. રાજસ્થાનના ઝાલોર ખાતેનો રહેવાસી આરિફ આ ઘટના બાદ તેની બહેનના ત્યાં નાસી છુટ્યો હોવાનુ પોલીસને જાણવા મળ્યુ હતુ. જેથી પોલીસની ટીમ રાજસ્થાનના પાલી ખાતે પહોંચી હતી. જ્યાં સ્થાનિકોની મદદ અને સહકારથી આરિફને પકડી લેવામાં આવ્યો હતો.
[caption id="attachment_566988" align="alignnone" width="800"]વધુમા તેઓએ જણાવ્યુ કે, આરિફ છેલ્લા 6-8 મહિનાથી આઇશાના ફોન ઉપાડી જવાબ આપતો ન હતો. આરિફે જ આઇશાને વિડિઓ બનાવવા માટે કહ્યું હતુ. આરિફનો ફોન હજી સુધી પોલીસને મળી આવ્યો નથી. આઇશાના મોતનો સ્હેજ પણ અફસોસ આરિફને હોય તેવુ લાગતું નથી. હાલ આરિફની અટકાયત બાદ તેનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. જેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. ત્યારબાદ આવતિકાલે તેનુ કોર્ટમાં પ્રોડ્કશન કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે.[/caption]