વાડજ પોલીસ સ્ટેશનમાં કાર ચાલક યુવક સામે ફરિયાદ દાખલ
ટ્રાફિક પોલીસે માસ્ક ન પહેર્યું હોવાથી એક હજાર રૂપિયાનો દંડ ભરવા જણાવતા યુવક ઉશ્કેરાયો
ઉશ્કેરાયેલા યુવકે પોલીસ બુથમાં તોડફોડ કરી
WatchGujarat. પોલીસ સાથે માસ્ક દંડ ભરવા બાબતે ઘર્ષણ થયાના કિસ્સાઓ રોજે રોજ સામે આવે છે. ગતરોજ કારમાં સવાર યુવકે માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે તેને રોક્યો હતો. અને દંડ ભરવા માટે કહ્યું હતું. યુવકે હોસ્પિટલથી આવ્યો હોવાનું કહીને પોલીસ સાથે બબાલ કરી હતી. ત્યાર બાદ પોલીસને રૂપિયા મફત નથી આવતા કહીને ટ્રાફિક બૂથમાં તોડફોડ કરી પોલીસને લાફો ઝીંકી દીધો હતો. સમગ્ર મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે યુવકની અટકાયત કરી હતી.
શહેરના બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ધરમવીરભાઈ તેમની સાથે રહેલા અન્ય પોલીસકર્મીઓ ફરજ પર હતા. અખબારનગર સર્કલ પાસે તેઓ ટ્રાફિક નિયમનની તથા માસ્ક ન પહેરનાર સામે કાર્યવાહી કરી રહ્યા હતા. દરમિયાન કારમાં બેઠેલા લોકોને માસ્ક ન પહેર્યું હોવાથી તેઓને રોક્યા હતા. માસ્ક ન પહેરવા બાબતે પુછતા ચાલકે જણાવ્યું કે તેઓ હોસ્પિટલથી આવતા હોવાથી તેઓએ માસ્ક પહેર્યું નથી.
બાદમાં કારમાં રહેલા યુવકે તેના પિતા સાથે પોલીસને ફોન પર વાત કરાવી હતી. આ દરમિયાન યુવક આવેશમાં આવી ગયો હતો. ટ્રાફિક બૂથ પોલીસ જ્યારે મેમો બનાવી રહી હતી ત્યારે યુવકે પૈસા ન હોવાનું કહેતા તેને ગૂગલ પે પર દંડ ભરવાનું જણાવવામાં આવ્યું હતું.
આ દરમિયાન ટ્રાફિક બૂથમાં હાજર યુવકે આવેશમાં આવીને પોલીસને કહ્યું કે, રૂપિયા મફતમાં નથી આવતા. બોલવાથી ન અટકતા યુવકે ટ્રાફિક બૂથમાં તોડફોડ કરી પોલીસને લાફો ઝીંકી દીધો હતો. આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં મીરાજ ત્રિવેદી અને તેમની સાથે રહેલા હેતલબેન ત્રિવેદી સામે ફરિયાદ નોંધાવી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.