• અમદાવાદના એક ઇન્ટર્ન તબીબને અજાણ્યા નંબરથી વોટ્સઅપ મેસેજ આવતા તે ચોંકી ઉઠ્યો
  • લગ્ન જીવનમાં ભંગાણ પાડવા આ કાવતરૂ ઘડ્યું હોવાનુ માની તબીબે સાઇબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાવી

WatchGujarat. શહેરમાં રહેતા અને આણંદની હોસ્પિટલમાં ડોકટર તરીકે ઇન્ટર્નશિપ કરનાર તબીબને અજાણ્યા શખ્સે પત્નીના ફોટા સાથે બિભત્સ લખાણ મોકલતા મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો છે.

અમદાવાદમાં રહેતા 23 વર્ષીય યુવકના 3 વર્ષ અગાઉ સમાજના રીતરીવાજ મૂજબ લગ્ન થયા હતા. લગ્ન થયા બાદ આણું વાળવાનુ બાકી હોવાથી પત્ની તેના પીયરમાં જ રહેતી હતી. તેવામાં પત્ની સાસરીમાં આવે તે પહેલા જ દંપતિના લગ્ન જીવનમાં ભૂકંપ આવી ગયો હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. જેમાં હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરી રહેલા તબીબના મોબાઇલ અચાનક એક અજાણ્યા નંબરથી વોટ્સઅપ મેસેજ આવ્યો હતો.

જેમાં તબીબની પત્નીનો ફોટો મોકલવામાં આવ્યો હતો અને નીચે લખવામાં આવ્યું હતુ કે, “હું મેડમના સ્ટુડન્ટનો ભાઈ બોલું છુ”. બાદમાં આ મેડમ એટલે કે ઇન્ટર્ન ડોક્ટરની પત્ની વિશે બીભત્સ પ્રકારના મેસેજો કરવામાં આવ્યાં હતા. જેમાં “તમારી પત્ની સાર્વજનિક વાઈફ છે, અને એન્જોય વિથ સેકન્ડ પી’ જેવા બીભત્સ મેસેજો કરી દંપતિના લગ્ન જીવનમાં ભંગાણ પાડવાનુ કાવતરૂ ઘડવામાં આવ્યું હતુ.

પત્ની વિશે બીભત્સ મેસેજ અને ફોટા મોકલનાર વ્યક્તિ કોણ છે તેની તપાસ કરવામાં આવી હતી. પરંતુ સફળતા મળી ન હતી. જેથી આખરે ઇન્ટર્ન તબીબે આ મામલે સાયબર ક્રાઇમમાં અરજી આપતા પોલીસે આ અંગે ગુનો નોંધી ભીભત્સ મેસેજ મોકલનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud