• કોરોના બેકાબુ બનતા તંત્ર સફાળું જાગ્યું
  • ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુના સમયમર્યાદામાં વધારો કરાયો
  • ગત રોજ પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીની બેઠકમાં કોરોનાની સ્થિતીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું
  • લોકોમાં બેફિકરાઇના કારણે કોરોના પોઝીટીવ કેસોમાં ઉછાળો આવ્યો

WatchGujarat. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ થઈ રહ્યું છે. રાજ્યના ચાર મહાનગરોમાં મોટાભાગની જાહેર સુવિધાઓ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી છે અને આંશિક લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગર ખાતે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હાલમાં લોકડાઉન કરવાની કોઈ વાત નથી. શાળા કોલેજો અંગે આજે નિર્ણય લેવાશે. 2020નું આખુ વર્ષ આપણે કોરોના સામે જંગ ખેલ્યો અને જનતાએ પૂરેપૂરો સરકાર આપ્યો હતો. પણ ફેબ્રુઆરીમાં કોરોનાના કેસ ખુબ ઓછા થઈ જતા, લોકોમાં બેફીકરાઈ જોવા મળી હતી અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં ઢીલાશ કરાતા કોરોનાના કેસ વધ્યા છે. હવે ઢિલાસ નહીં ચાલે. અત્યારે રાજ્યમાં લોકડાઉન નહી થાય.તે અંગે કોઇ વિચારણા નથી.

માસ્ક પહેરવું, અંતર જાળવવાના નિયમોના પાલનમાં કડકાઇ કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, કોરોના કેસો વધતા કોવિડ ગાઇડલાઇન માસ્ક પહેરવું, સામાજીક અંતર જાળવવું જેવા નિયમોનું કડકાઇ પુર્વક પાલન કરાવાશે. લોકોએ ડરવાની જરૂર નથી. રાજ્ય સરકાર દ્વારા જરૂરી પગલે લેવામાં આવી રહ્યા છે. ગઇ કાલે પ્રધાનમંત્રીએ તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સથી સંવાદ સાધ્યો હતો. અને જરૂરી માર્ગદર્શન આપ્યું છે.

રાજ્યમાં કોરોના વેક્સીન આપવાની ગતી બમણી કરાશે

રૂપાણીએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં જેટલા કેસ છે તેના કરતા 5 ગણા બેડ તૈયાર છે. હાલ 5 હજાર બેડ તૈયાર છે. ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં પણ બેડ તૈયાર કરી દેવામાં આવ્યાં છે. ખાનગી હોસ્પિટલમાં મનપા દ્વારા સહાય મળતી હતી તે અંગે નિર્ણય લઈશું. તે ઉપરાંત શાળા-કોલેજો અંગે આજે જ નિર્ણય લેવાશે. અને લોકડાઉન કોઈ સંજોગોમાં નહીં આવે. રાજ્યમાં હાલ દોઢ લાખ વેક્સિનેશન આપવામાં આવે છે. હજુ તેમાં વધારો કરી પ્રતિદીન ત્રણ લાખ વેક્સીન આપવામાં આવશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud