• હવે રેલવે તમારો સામાન ઘરેથી બર્થ અને અન્ય શહેર સુધી પહોંચાડશે
  • ટ્રેનમાં હવે ઘરેથી જ સામાન લઈ જવાની સુવિધા મળશે
  • પ્રજાસત્તાક પર્વથી અમદાવાદથી શરૂ થશે ઘરેથી જ બેગેજ લઈ જવાની સુવિધા
  • અમદાવાદથી શરૂ થનારી સેવા એ પછી બેંગલુરૂ અને નાગપુરમા શરૂ કરાશે
  • લગેજના રેપિંગ અને સેનિટાઈઝેશનની સુવિધા પણ એજન્સી આપશે
  • GPS સિસ્ટમથી યાત્રી સામાન ટ્રેક કરી શકશે, સામાનનો વીમો પણ રહશે
  • વધુમાં વધુ 50 કિમીની અંતર અને ઓછામાં ઓછું ભાડું ₹125

WatchGujarat. ટ્રેનમાં મુસાફરી માટે જતા લોકોએ ઘરેથી ટ્રેનમાં ચઢતા સુધી પોતાનો સામાન લઈને દોડાદોડ કરવું પડતું હોય છે. હવે રેલવે દ્વારા એક નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે. દેશમાં સૌથી પ્રથમ વખત સુવિધા અમદાવાદથી 26 જાન્યુઆરીથી શરુ થશે. આ પછી બેંગ્લુરુ અને નાગપુરમાં તેની શરુ કરાશે. ત્યાર બાદ ભારતમાં પટણા પહેલું જંક્શન હશે જ્યાં આ વ્યવસ્થા શરુ કરવામાં આવશે.

આ વ્યવસ્થા આવવાથી મુસાફરોને હવે ઘરેથી સામાન લઈને સ્ટેશન જવાની ચિંતામાંથી મુક્તિ મળશે. સાથે સ્ટેશન પર કૂલીના રેટને લઈને થતી ખેંચતાણથી છૂટકારો મળશે. હવે રેલવે તમારો સામાન ઘરેથી બર્થ અને અન્ય શહેર સુધી પહોંચાડશે. પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર રેલ મંડળે આ સુવિધાને મંજૂરી આપી છે. રિપોર્ટ્સ મુજબ આ વ્યવસ્થા શરુ કરવાની એજન્સી બુક એન્ડ બેગેજ્સ ડોટ કોમને મળી છે. ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયા સુધી પટણામાં તેની શરુઆત થશે.

પ્રવાસીઓએ એજન્સીની એપ અને વેબસાઈટ પર બૂકિંગનો વિકલ્પ મળશે. એપ એન્ડ્રોઈડ મોબાઈલમાં ડાઉનલોડ કરવી પડશે. બેગની સાઈઝ, વજન અને અન્ય જાણકારી આપવી પડશે. જેના આધારે તેનો ચાર્જ આપવો પડશે. જેના માટે વધુમાં વધુ 50 કિલોમીટર અને ઓછામાં ઓછું ભાડું 125 રુપિયા રહેશે. રેલવે દ્વારા પાયલોટ પ્રોજેકટ હેઠળ આ સુવિધા શરૂ કરવાની છે, જેનો વ્યાપ યોજનાને સારો પ્રતિસાદ મળતા અન્ય સ્ટેશનો સુધી વિસ્તારશે.

10 કિલોમીટરનું અંદર અને ઓછામાં ઓછું 10 કિલો બેગનું એક તરફનું ભાડું 125 રુપિયા થશે. બર્થ સુધી સામાન લઈ જવા માટે કુલી માટે નક્કી કરેલો ચાર્જ આપવો પડશે. એકથી વધારે (વધુમાં વધુ 5) લગેજ હશે તો પહેલા લગેજનું ભાડું 125 રુપિાય અને બાકી માટે 50-50 રુપિયા ચાર્જ લાગુ પડશે. લગેજના રેપિંગ અને સેનિટાઈઝેશનની સુવિધા પણ એજન્સી આપશે. જીપીએસ સિસ્ટમથી મુસાફરો તેમનો સામાન ટ્રેક કરી શકશે. સાથે જ સામાનનો વીમો પણ રહશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud