• મ્યુનિસિપલ કમિશ્નર તરીકે વિજય નહેરાએ પોતાની કામગીરીને લઇને તેઓએ શહેરવાસીઓના હ્રદયમાં આગવું સ્થાન બનાવ્યું હતું
  • વિજય નહેરાની કામગીરીથી સત્તામાં બેઠેલા લોકોને રાસ ન આવતા તેઓની બદલી કરી દેવામાં આવી હતી
  • નવા શાસકોના નેતૃત્વમાં શહેરમાં કોરોનાની સુનામી દિવસેને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે
  • મારું નમ્ર નિવેદન છે કે વિજય નહેરાને અમદાવાદ મ્યુનિસિલ કમિશનર તરીકે નિમણૂક કરવી જોઈએ. જેથી તેઓ અસરકારક પગલાં લઈ અને વધતું કોરોના સંક્રમણ અટકાવી શકે – કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલ

WatchGujarat. કોરોના કાળના પ્રથમ તબક્કામાં અમદાવાદમાં કામગીરી કડકાઇ પુર્વક કામગીરી બજાવતા મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાની બદલી કરી દેવામાં આવી હતી. પરંતુ કોરોનાની બીજી વેવમાં નવા શાસકોના નેતૃત્વમાં સ્થિતી દિવસેને દિવસે કથળી રહી છે. તેવા સમયે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા શહેરની સ્થિતીને ધ્યાને રાખીને વિજય નહેરાને પુન: અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર બનાવવાની માંગ રજુ કરી હતી.

ગત વર્ષે કોરોના કાળની શરૂઆતના સમયમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે વિજય નહેરા હતા. તેઓતે તેમના કાર્યકાળ દરમિયાન કોરોનાનું ટેસ્ટીંગ વધારવાની સાથે સઘન અટકાયાતી પગલા લીધા હતા. તેમની કામગીરીને લઇને તેઓએ શહેરવાસીઓના હ્રદયમાં આગવું સ્થાન બનાવ્યું હતું. પરંતુ તેમના દ્વારા કરવામાં આવતી કામગીરીથી કોઇ કારણોસર સત્તામાં બેઠેલા લોકોને રાસ ન આવતા વિજય નહેરાની બદલી કરી નાંખવામાં આવી હતી. ત્યાર બાદ મુકાયેલા સાશકો દ્વારા માત્ર આંકડાની રમત કરવામાં આવી રહી છે. પરંતુ શહેરમાં કોરોનાની સુનામી દિવસેને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. તેવા સમયે કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલે મુખ્યમંત્રીને પત્ર લખીને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે વિજય નહેરાને મુકવા માટે રજુઆત કરવામાં આવી હતી.

કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલ

કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલે પત્રમાં જણાવ્યુ છે કે, હાલ અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ ખૂબ જ મોટા પ્રમાણમાં રોકેટગતિએ વધી રહ્યું છે. ગત વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશ્નર તરીકે વિજય નહેરા ફરજ બજાવતા હતા. પરંતુ સામાન્ય ગતિએ કેસો વધતા તેઓએ ટેસ્ટિંગ વધારી સાચા આંકડા પ્રસિધ્ધ કરતા તેમને સાચો આંકડો બહાર લાવતા સરકારની છબી બગડે નહીં, તેથી કોઈપણ કારણ વગર તેઓની બદલી કરવામાં આવી હતી. તેમની કામગીરી બિદરાવવા લાયક હતી. અને તેમણે સંક્રમણ અટકાવવા ખૂબ જ સારા પગલાં ભરેલા હતા.

ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલમાં જગ્યા નથી. પૂરતો ઓક્સિજન નથી, દવા નથી, ઈન્જેક્શન નથી અને હાલના કમિશનર આ વધતુ જતું સંક્રમણ રોકવામાં તદ્દન નિષ્ફળ ગયા છે. ત્યારે મારું નમ્ર નિવેદન છે કે વિજય નહેરાને અમદાવાદ મ્યુનિસિલ કમિશનર તરીકે નિમણૂક કરવી જોઈએ. જેથી તેઓ અસરકારક પગલાં લઈ અને વધતું કોરોના સંક્રમણ અટકાવી શકે. અમદાવાદમાં વકરેલા કોરોનાને કાબૂમાં લઈ શકે જેથી અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન કમિશનર તરીકે વિજય નહેરાને મૂકવા મારી નમ્ર વિનંતી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud