મોડી રાત્રે 3.30 વાગ્યાના સુમારે હરેકૃષ્ણ સોસાયટીમાં ચોર ઘુસી આવ્યાં.
રાત્રે પાડોશીના મકાન પાસે પાર્ક કરેલી કાર સવારે જોવા ના મળતાં વેપારી ચોંકી ઉઠ્યાં.
અમદાવાદ. ઓઢવ વિસ્તારની હરેકૃષ્ણ સોસાયટીમાં વહેલી સવારે ત્રાટકેલાં બે તસ્કરો એક વેપારીની સ્કોર્પિયો કાર 5 જ મીનીટમાં ચોરીને રફૂચક્કર થઈ જવા પામ્યા હતાં. ગત રાત્રે પાડોશીના મકાન પાસે પાર્ક કરેલી કાર સવારે જોવા નહીં મળતાં વેપારીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે CCTV ફુટેજની મદદથી ચોરી થયેલી કારની તપાસ અને ચોરને શોધવા માટેની તજવિજ હાથ ધરી છે.
અમદાવાદના ઓઢવ વિસ્તારની હરેકૃષ્ણ સોસાયટીમાં રહેતાં મુળ ઉત્તર પ્રદેશના હરિશંકર પાંડે સિરામીકનું કારખાનું ધરાવે છે. ગાંધી જયંતીના રોજ કારખાનેથી પરત આવ્યા બાદ રાત્રે આઠેક વાગ્યાના અરસામાં તેમણે કાર પાડોશી પવન સોનીના મકાન પાસે પાર્ક કરી હતી. ગઈકાલે સવારે કામ પર જવા માટે તેઓ નિકળી રહ્યાં હતાં ત્યારે પાર્ક કરેલી કાર જોવા નહીં મળતાં તેઓ ચોંકી ઉઠ્યા હતાં. કાર અંગે શોધખોળ દરમિયાન તેમણે CCTV ફુટેજ ચેક કર્યા હતા.
CCTV ફુટેજમાં જોવા મળ્યું કે, મોડી રાત્રે 3.30 વાગ્યાના અરસામાં બે શખ્સો સોસાયટીમાં ઘુસી આવ્યા હતાં. બંને શખ્સોએ મોંઢા પર માસ્ક બાંધેલું હતું. તસ્કરોએ માત્ર 5 મીનીટમાં જ લોક કરેલી સ્કોર્પિયો કાર ખોલી નાંખી હતી. અને કાર ચોરીને રફૂચક્કર થઈ ગયા હતાં. ઓઢવ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી પોલીસે તપાસ શરૂ કરી છે.
https://youtu.be/GPWNETT6Rxo