• સવારે પીરાણા-પીપળજ રોડ પર આવેલી ફેક્ટરીના બોયલરમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટના બની  હતી
  • PM મોદી દ્વારા ઘટનામાં જીવગુમાવનાર અને અસરગ્રસ્તો પ્રત્યે સંવેદના દાખવ્યા બાદ CM રૂપાણીએ છેક સાંજે પોતાની સંવેદના વ્યક્ત કરી
  • મૃત્યુ આંક વધે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે

અમદાવાદ. બુધવારે સવારે પીરાણા-પીપળજ રોડ પર આવેલી ફેક્ટરીના બોયલરમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટના બની હતી. બ્લાસ્ટને કારણે કેમીકલ ફેક્ટરીની આસપાસ આવેલી કંપનીની છત ધરાશાયી થતા 25 જેટલા લોકો ફસાયા હતા. જેમાંથી સામાન્ય પરિવારના 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બપોરે બનેલી ઘટનાની સંવેદના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાંજે વ્યક્ત કરી હતી. જો કે કહેવાતી સવેંદનશીલ સરકારના CM રૂપાણીએ PM મોદી દ્વારા ઘટનામાં જીવગુમાવનાર અને અસરગ્રસ્તો પ્રત્યે સંવેદના દાખવ્યા બાદ CM રૂપાણીએ છેક સાંજે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. આ ઘટના બાદ સમગ્ર તંત્ર દોડતું થયું છે. જેમાં CM રૂપાણીએ તત્કાલ 2 ઉચ્ચ અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે. અને અસરગ્રસ્તોને રૂ,4 લાખ આપવાની જાહેરત કરી છે.

મોડી સાંજે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. તે જોતા જ ઘટનાની તીવ્રતાનો અંદાજો લગાડી શકાય છે. ઘટના બાદથી લઇને ફાયર બ્રિગેડ સહિતના અન્ય વિભાગ દ્વારા રેસ્ક્યૂની કામગીરી તેજ કરી દીધી હતી.અત્યાર સુધી આગ અકસ્માતમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આગામી સમયમાં મૃત્યુ આંક વધી શકે છે.

પીરાણા ફેકટરીમાં લાગેલી આગનો ભોગ બનેલા લોકોના પરીવારજનો ની મુલાકાતે જિજ્ઞેશ મેવાણી અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની ટીમ વાગે એલ.જી. હોસ્પિટલ પહોંચશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

જો માંગણીઓ નહીં સંતોષાય તો પીડિત પરિવારો મૃતદેહનો અસ્વિકાર કરશે

એક શ્રમિકોના મોતની કિંમત ૪ લાખ ના હોય, ૨૦ લાખનું વળતર, રહેમ રાહે સરકારી નોકરી આપો તેવી માંગ કરાશે. જેની ફરજ બેદરકારીના લીધે આ ઘટના બની તે ફેકટરી ના માલિક, ફેકટરી ઇન્સ્પેકટર અને ડિરેકટર ઓફ ઈન્ડસ્ટ્રીઅલ સેફ્ટી એન્ડ હેલથને સસ્પેન્ડ કરી નોકરીમાંથી બરતરફ કરો. જો માંગણીઓ નહિ સંતોષાય તો પિડીત પરિવારો મૃતદેહો સ્વિકારશે નહિ – જીજ્ઞેશ મેવાણી, ધારાસભ્ય

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud