• દિવાળીની ખરીદીમાં શહેરના લોકો ખરીદીમાં હોય છે વ્યસ્ત
  • તહેવાર, વ્યસ્તતા અને ભીડનો લાભ લઇને ચોર વધુ સક્રિય રહેતા હોય છે
  • કારંજ પોલીસે ભદ્રકાળી માર્કેટમાં કરી સેફ્ટી ડ્રાઇવ

અમદાવાદ. અત્યારે સમગ્ર દેશમાં દિવાળીના તહેવારની લોકો આતુરતાથી રાહ જોઇ છે. કોરોના કાળમાં છેલ્લા 8 મહિનાથી પણ વધુ ઘરમાં રહ્યા બાદ ધીમે ધીમે લોકો બહાર નિકળી રહ્યા છે. ત્યારે દિવાળી જેવા પર્વ પર લોકો ખરીદી કરવા માટે માર્કેટમાં જવાનું શરૂ કરી દીધું છે. આવા સમયે ભિડનો લાભ લઇને ચોર માટે ચોરી કરવાનું આસાન બની જતું હોય છે જો તમે સતર્ક ન રહો તો.

પોલીસે જ કરી મોબાઇલ ફોનની ચોરી

દિવાળી સમયમાં અમદાવાદના લોકો ખરીદી માટે ભદ્રકાળી માર્કેટમાં મોટા પ્રમાણમાં એકઠા થતા હોય છે. ત્યારે આ ભીડમાં કારંજ પોલીસ જ ચોર બનીને ચોરી કરી હતી અને સૌથી નવાઇની વાત એ છે કે ખરીદી કરવામાં મસગુલ લોકોને ખ્યાલ પણ ન હતો કે તેમની બેગમાંથી પર્સ કે ખિસ્સામાંથી મોબાઇલ ફોનની ચોરી થઇ રહ્યા છે.

જ્યારે મહિલા પોલીસે ખરીદીમાં મજગુલ માતા-પિતાનું બાળક જ ઉઠાવી ગઇ ત્યારે

કારંજ પોલીસની ડ્રાઇવમાં આઘાત જનક વાત તો એ સામે આવી કે જ્યારે મહિલા કોન્સ્ટેબલે ચપંલની લારી પાસે જઇને ચંપલ ખરીદવાના બહાને ભીડમાં જઇને એક બાળકને ઉઠાવી લીધુ હતુ. તેમ છતા, બાળકના માતા પિતાને ખ્યાલ પણ ન હતો કે તેના બાળકને કોઇ ઉઠાવી ગયું છે.

પોલીસ તો સકર્ત કહે છે પણ લોકોએ પણ જાગૃત રહેવાની જરૂર છેઃ કારંજ પોલીસ

પોલીસ અધિકારીઓએ જણાવ્યુ કે પોલીસ સતત સતર્ક રહે છે પણ સાથે લોકોમાં પણ જાગૃતતા હોવી જરુરી છે. તેવામાં આજે થયેલી ડ્રાઇવમાં તે રીતે લોકોની બેદરકારી જોવા મળી તે ખુબ જ ગંભીર બાબત છે. હાલ કોરોના હોવાથી ભીડમાં જવાનું પણ ટાળવુ જરુરી છે અને હાલ સામાન્ય કરતા ઓછી ભીડ જોવા મળી રહી છે તેવામાં પણ જો પોલીસ આરામથી ચોરી કરી શકતા હોય તો માર્કેટમાં તો ચોરી કરતી અનેક ગેંગ સક્રિય છે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud