થલતેજ ચાર રસ્તા પરની હોટેલ બિનોરીના રૂમમાં યુવક-યુવતીઓ દારૂ પીવા ભેગાં થયાં હોવાની બાતમી મળતાં પોલીસે દરોડો પાડ્યો
યુવતીઓના મેડિકલ ટેસ્ટમાં દારૂનું સેવન ન કર્યા હોવાનું પુરવાર થતાં ઘરે જવા દેવાઈ, પણ પોલીસે ઘરે ફોન કરીને જાણ કરી
પિતાએ કહ્યું, હું જાણું છું મારી દીકરી અમને જાણ કરીને હોટેલમાં બર્થડે પાર્ટીમાં થઈ છે
ચારેય યુવકો એન્જિનિયરિંગના વિદ્યાર્થી
અમદાવાદ. શહેરના પોસ વિસ્તારમાં આવેલ થલતેજ ચાર રસ્તા પાસેની હોટેલ બિનોરીના રૂમમાં દારૂની મહેફિલ માણવાની સાથે બર્થડે પાર્ટી મનાવી રહેલા બર્થડે બોય સહિત 4 મિત્રો સાથે ત્રણ યુવતી પકડાઈ હતી. જોકે ત્રણેય યુવતીએ દારૂ પીધો ન હોવાથી પોલીસ દ્વારા તેમને જવા દેવામાં આવી હતી. જ્યારે બર્થ ડે બોય અને તેના ત્રણેય મિત્રોએ આખી રાત સોલા પોલીસ સ્ટેશનના લોકઅપમાં વિતાવવી પડી હતી.
બિનોરી હોટેલના એક રૂમમાં બર્થ ડે પાર્ટી માટે ભેગા થયેલા 4 છોકરાં અને 3 છોકરી દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી સોલા પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે હોટલમાં દરોડો પાડ્યો હતો. ત્યારે રૂમમાંથી 4 છોકરાં અને 3 છોકરી મળી આવ્યાં હતાં, જે પૈકી સાહિલ વોરા (ઓર્ચિડ વુડ્સ, મકરબા રોડ), ફેનિલ પટેલ (વીણાકુંજ સોસાયટી, વેજલપુર), કલરવ મિસ્ત્રી (લક્ષ્મી કૃપા સોસાયટી, આનંદનગર) અને જયનીલ ચૌહાણ (ગીતાંજલિ સોસાયટી, મકરબા રોડ, વેજલપુર) દારૂનું સેવન કરેલ હાલતમાં મળી આવ્યા હતા. વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, સાહિલનો બર્થ ડે હોવાથી તે ત્રણેય મિત્રો બીજી ત્રણ યુવતી સાથે હોટેલના રૂમમાં બર્થડે સેલિબ્રેટ કરવા ભેગા થયા હતા.
ત્યરબાદ પોલીસ દ્વારા તમામને સોલા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જ્યાં તમામના મેડિકલ ટેસ્ટ કરાવાયા હતા, જેમાં ત્રણેય યુવતીએ દારૂનું સેવન ન કર્યું હોવાનું જાણવા મળતા તેમને ઘરે જવા દેવાઈ હતી. જ્યારે સાહિલ અને તેના ત્રણેય મિત્રો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સોલા હાઈકોર્ટ પોલીસે ધરપકડ કરી હતી. આ ઉપરાંય ત્રણેય યુવતીના ઘરે પોલીસે ફોન કરીને આ અંગે જાણ કરી હતી, જેમાંથી એક યુવતીના પિતાએ પોલીસને કહ્યું કે, હા અમારી છોકરી અમને કહીને ગઈ હતી કે તેના ફ્રેન્ડની બર્થ ડે પાર્ટીમાં હોટેલમાં જઈ રહી છે. અમને ખબર જ છે અને અમને કોઈ વાંધો પણ નથી.
વધુ તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, ચારેય યુવકો ગોતા વિસ્તારમાં આવેલ સિલ્વર ઓક કોલેજમાં અભ્યાસ કરે છે. બર્થ ડે બોય સાહિલ સિવિલ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં, ફેનિલ આઈટીના ત્રીજા વર્ષમાં, કલરવ મિકેનિકલના ત્રીજા વર્ષમાં જ્યારે જયનીલ કમ્પ્યુટર એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે.
- થલતેજ ચાર રસ્તા પરની હોટેલ બિનોરીના રૂમમાં યુવક-યુવતીઓ દારૂ પીવા ભેગાં થયાં હોવાની બાતમી મળતાં પોલીસે દરોડો પાડ્યો
- યુવતીઓના મેડિકલ ટેસ્ટમાં દારૂનું સેવન ન કર્યા હોવાનું પુરવાર થતાં ઘરે જવા દેવાઈ, પણ પોલીસે ઘરે ફોન કરીને જાણ કરી
- પિતાએ કહ્યું, હું જાણું છું મારી દીકરી અમને જાણ કરીને હોટેલમાં બર્થડે પાર્ટીમાં થઈ છે
- ચારેય યુવકો એન્જિનિયરિંગના વિદ્યાર્થી