• કોરોના કહેના કારણે સ્કુલો બંધ છે જેનો ફાયદો બુટલેગરો ઉઠાવી રહ્યા છે – પોલીસ
  • સ્કુલના બાથરૂમમાંથી 178 ક્વોટર અને 40 નંગ દારૂની બોટલ મળી આવી

અમદાવાદ. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂની હેરફેર માટે બુટલેગરો નવી – નવી મોડસઓપરેટીંગ સિસ્ટમ અપનાવી રહ્યા છે. કોઇ દવાની આડમાં તો કોઇ અનાજની આડમાં તો કોઇ ભંગારની આડમાં દારૂની હેરફેર કરી રહ્યાના કિસ્સા સામે આવ્યા છે. પણ આ વખતે વધુ એક નવો કિસ્સો અમદાવાદની શહેર કોટડા પોલીસની સામે આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનના અધિકારીના ત્યારે હોશ ઉડી ગયા જ્યારે તેમને શહેર કોટડાની સરકારી સ્કુલમાંથી ફોન આવ્યો કે સ્કુલના બાથરૂમમાં મોટી સંખ્યામાં દારૂ મળી આવ્યો છે. આ સમાચાર મળતા જ શહેર કોટડા પોલીસ અધિકારીઓ આ વિસ્તારની સરકારી સ્કુલમાં પહોંચી ગયા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર શહેર કોટડાના સરસપુર વિસ્તારમાં આવેલ અમદાવાદ કોર્પોરેશનની ઉર્દુ અને ગુજરાતી સ્કુલમાંથી ફોન આવ્યો હતો કે સ્કુલના બાથરૂમમાં મોટી સંખ્યામાં દારૂ છે. આ સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે તપાસ કરતા સ્કુલના બાથરૂમમાંથી 178 ક્વોટર અને 40 નંગ દારૂની બોટલ મળી આવતા કુલ કિંમત 46,700 નો મુદ્રામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

પોલીસના કહેવા મુજબ બુટલેગરોએ હવે સ્કુલો પણ છોડી નથી. તેમના કહેવા પ્રમાણે લોકડાઉન અને કોરોના કહેરના કારણે સ્કુલો બંધ છે અને તેનો ફાયદો હવે બુટલેગરો લઇ રહ્યા છે. જોકે આ દારૂ કોનો છે અને કોણ અહીં મુકી ગયું હતું તેની તપાસ કરી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud