• આરોપી સાગર પાસે 2 મોંઘીદાટ AUDI કાર હતી
  • અમદાવાદ, દિલ્હી, મુંબઇની પ્રોપર્ટી લીસ પર લઇને કોલ સેન્ટરનો ધંધો શરૂ કર્યો

અમદાવાદ. અમદાવાદની આનંદનગર પોલીસે બાતમીના આધારે ઓફિસમાં દારૂની મહેફિલ માણતા ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં પોલીસે આરોપી નીરવ રાયચુરાનો મોબાઇલ ફોન ચેક કરતા તેમાં ક્રિપ્ટો કરન્સીના વ્યવહાર મળી આવ્યા હતા. નીરવ રાયચુરાનો પાર્ટનર 50 હજાર ડોલરનો ટાર્ગેટ પૂર્ણ કરનાર કર્મચારીને રશિયન યુવતી અને ગોવાની ટ્રિપ ઓફર કરતો હતો.

કોલ સેન્ટરના માલીકો સાથે રોજ સવારે 4થી 6 વાગ્યા સુધી પરીમલ ગાર્ડન પાસે આવતો હતો. સાગર ઠક્કર તેના ત્યા કામ કરતા કર્મચારીને 50 હજાર ડોલરનો ટાર્ગેટ પૂર્ણ કરવા રશિયન યુવતી અને ગોવાની ટ્રીપ ઓફર કરતો હતો. સાગર ઠક્કર ગણતરીના વર્ષોમાં કરોડોનો આસામી બની ગયો હતો.તેણે તેના મિત્રો સાથે મળીને કોલ સેન્ટર શરુ કર્યુ અને ત્યાર બાદ એસ જી હાઇવે ,સીજી રોડ તેમજ બેંગ્લુરુ,દિલ્હી અને મુંબઇમાં પણ ઘણી પ્રોપર્ટી લીસ પર લઇને કોલ સેન્ટરનો કારોબાર શરુ કર્યો હતો. સાગર ઠક્કર અમદાવાદમાં રોજ સવારે 4 થી 6 વાગ્યાના અરસામાં પરિમલ ગાર્ડન પાસે આવતો હતો.તે જગ્યાએ મોટા ભાગે કોલસેન્ટરના કામ કરતા લોકો ભેગા થાય છે.

સાગર ઠક્કર કોલ સેન્ટરના કર્મચારીઓને ખાસ ઓફર આપતો અને બીજી જગ્યાએ જાય તો તે કોલ સેન્ટરના સંચાલકને સબક શીખવાડવા માટેના પણ પ્રયાસો કરતો હતો.સુત્રોના જણાવ્યા અનુસાર સાગરના કોલસેન્ટરના પરિચીતો તેને સેગીના નામથી ઓળખતા હતા તેમજ તેના કર્મચારીઓ જો 50 હજાર ડોલરનો ટાર્ગેટ પુરો કરે તો તેને કમીશન ઉપરાંત એક રશિયન યુવતી અને ગોવાની ટ્રીપ પણ ઓફર કરાતી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud